પ્રિયંકાની અટકાયત સરકારની હતાશા દર્શાવે છે : રાહુલ ગાંધી

July 19, 2019 at 7:31 pm


કાેંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાટીૅ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાને એ વખતે ગેરકાયદેરીતે પકડી લેવામાં આવ્યા હતા જ્યારે તેઆે સાેનભદ્ર જિલ્લામાં થયેલા ખૂની સંઘર્ષના પીડિતાેને મળવા માટે જઇ રહ્યાા હતા. ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, સત્તામાં મનમાની કરવામાં આવી રહી છે. સત્તામાં મનમાની તેમની વધી રહેલી અસુરક્ષાને દશાૅવે છે. કાેંગ્રેસના મહાસચિવ અને પૂવીૅય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીને શુક્રવારના દિવસે સાેનભદ્ર તરફ જતી વેળા રોકી દેવામાં આવ્યા હતા. કાેંગ્રેસે દાવો કયોૅ હતાે કે, પ્રિયંકા ગાંધીને પાેલીસે કસ્ટડીમાં લઇ લીધી હતી. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, સાેનભદ્રમાં પ્રિયંકાની ગેરકાયદે ધરપકડ પરેશાન કરનાર તરીકે છે.

રાહુલે એમ પણ કહ્યું હતું કે, 10 આદિવાસીઆેના પરિવારના સભ્યને પ્રિયંકા મળવા જઈ રહ્યાા હતા. જેમની પાેતાની જમીન છોડવાથી ઇન્કાર કરવામાં આવતા ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રિયંકાને રોકવા માટે સત્તાનાે મનમાનીરીતે ઉપયોગ કરવામાં આવી રહ્યાાે છે. ભાજપની સરકારની વધતી અસુરક્ષા આનાથી દેખાઈ આવે છે. અન્ય કાેંગ્રેસી વરિષ્ઠ નેતાઆેને લઇને ઉત્તરપ્રદેશની સરકારની ટિકા કરી છે અને કહ્યું છે કે, લોકશાહીને દબાવવાના પ્રયાસ થઇ રહ્યાા છે. કાેંગ્રેસના મહાસચિવ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી રહી ચુકેલા જ્યોતિરાદિત્ય િંસધિયાએ પ્રિયંકા ગાંધીની અટકાયતને લઇને યોગી આદિત્યનાથ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આ કાર્યવાહી લોકશાહીનું ખુલ્લુ અપમાન છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, લોકશાહીની અવગણના કરવામાં આવી રહી છે. પીડિત પરિવારને મળવાની બાબત તથા સંવેદના વ્યક્ત કરવાની બાબત દરેક જનપ્રતિનિધિનું પ્રથમ કતૅવ્ય છે. કાેંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, ભાજપ સરકારે ઉત્તરપ્રદેશને અપરાધ પ્રદેશ બનાવી દીધું છે.

Comments

comments