પ્રિયંકા ગાંધી પોતાની પ્રિય સાડી સાથે સાડી ટ્વિટરમાં જોડાયાં!

July 18, 2019 at 10:55 am


કાેંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા વર્ષો પહેલાંનાં તેમનાં લગ્નનો ફોટોગ્રાફ ટિંટર પર પોસ્ટ કરીને પોતાની ફેવરિટ સાડી સાથેની તસવીર શેર કરનારી મહિલાઆેની લાંબી યાદીમાં જોડાયાં હતાં.

થોડા દિવસથી આ માઇક્રાેબ્લોગિંગ વેબસાઇટ પર મહિલાઆે પોતપોતાની ફેવરિટ સાડીઆે બતાવી રહી છે જેને કારણે એ સાડી ટિંટર તરીકે આેળખાય છે. પ્રિયંકા ગાંધીએ તેમનાં લગ્નના દિવસની ગુલાબી અને સોનેરી રંગની બનારસી સાડીનો ફોટો પોસ્ટ કર્યો છે અને સાથે તેમણે લખ્યું છે, બાવીસ વર્ષ પહેલાંનાં મારાં લગ્નનાં દિવસની સવારની પૂજા સમયની તસવીર…સાડી ટિંટર પ્રિયંકાએ આ ફોટો પોસ્ટ કરતાં જ તેમને લગ્નની તિથિની શુભેચ્છાવાળા ટંીટ મળવા લાગ્યાં હતાં. જોકે, પ્રિયંકાએ તરત ખુલાસો કરવો પડéાે હતો કે મારી લગ્નજયંતી તો ફેબ્રુઆરીમાં આવવાની છે.
પ્રિયંકાએ ટિંટર પર ધન્યવાદ કહેતા લખ્યું હતું કે મને ઍનિવર્સરી બદલ શુભેચ્છાઆે આપનારાઆેનો આભાર. જોકે, આ તો માત્ર મારો ભૂતકાળનો ફોટો છે જે હું સાડી ટિંટરના ચાહકો માટે શેર કરી રહી છું. મારી લગ્નજયંતી ફેબ્રુઆરીમાં આવશે. પ્રિયંકાએ તેમનાં પતિ રોબર્ટ વાડ્રાને ટેગ કરીને હળવી મજાક કરતા લખ્યું હતું, આપણી લગ્નતિથિ ફેબ્રુઆરીમાં છે, પણ તમે ઇચ્છો તો મને ડિનર પર લઈ જઈ શકો છો.
સાડી ટિંટર ટ્રેન્ડમાં કાેંગ્રેસનાં નગ્મા, શિવસેનાનાં પ્રિયંકા ચતુર્વેદી તેમ જ ભાજપનાં નુપુર શમાર્ પણ જોડાયાં છે. તેમણે અને બીજી ઘણી મહિલા રાજકારણીઆેએ પોતાની ફેવરિટ સાડી સાથેની તસવીર ટિંટર પર પોસ્ટ કરી છે

Comments

comments

VOTING POLL