પ્રિયંકા ચોપડા અને જોનસ આેક્ટોબરમાં લગ્ન કરશે

July 27, 2018 at 8:24 pm


અભિનેત્રી પ્રિયંકા ચોપડા અબ્બાસ અલી ઝફરની ફિલ્મ ભારતમાંથી નિકળી ચુકી છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યાાે હતાે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈ થઇ ચુકી છે અને હવે ટૂંક સમયમાં લગ્ન પણ કરનાર છે. લગ્નની યોજનાના પરિણામ સ્વરુપે આ ફિલ્મ છોડી રહી હોવાન ાઅહેવાલ મળ્યા છે. અલી અબ્બાસ ઝફરે આ અંગેની માહિતી આપી દીધી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, પ્રિયંકા અને નિકે એક સપ્તાહ પહેલા જ સગાઈ કરી લીધી છે. આ સગાઈ લંડનમાં પ્રિયંકા ચોપડાના જન્મદિવસ ઉપર થઇ હતી. પીપલ મેગેઝિનને જાણકાર સુત્રોએ આ અંગે માહિતી આપી છે. નિકે સગાઈ માટે ન્યુયોર્કમાંથી એક રિંગ ખરીદી હતી. બંને ખુશ પણ દેખાઈ રહ્યાા છે અને લગ્નને લઇને ઉત્સાહિત છે. યુએસ મિડિયામાં પણ પ્રિયંકા અને નિકના સગાઈના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે. અનેક મિડિયા પાેર્ટલ પ્રિયંકા અને નિકની સગાઈના અહેવાલને સમર્થન આપી રહ્યાા છે. પ્રિયંકા ચોપડા જ્યારે મુંબઈ એરપાેર્ટ ઉપર નજરે પડી હતી ત્યારે તેની આંગળીમાં ડાયમંડ રીંગ નજરે પડી હતી. ત્યારબાદથી એમ માનવામાં આવી રહ્યું હતું કે, બંનેની સગાઈ થઇ ચુકી છે. જો કે, પ્રિયંકા ચોપડાનું ધ્યાન મિડિયાની તરફ જવાની સાથે જ આ રીંગને છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. એવા સમાચાર પણ મળી રહ્યાા છે કે, આ વષેૅ આેક્ટોબર મહિનામાં પ્રિયંકા અને નિક જોનસ લગ્ન કરી લેશે. ફિલ્મ છોડી દેવાના લીધે સલમાન ખાન નાખુશ દેખાઈ રહ્યાાે હોવાના અહેવાલ મળી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL