પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન એટલે ‘પ્રિયંકા ચોપડાનું કૌભાંડ’ઃ મેગેઝીનનો દાવો

December 6, 2018 at 11:07 am


બોલિવૂડથી માંડીને હિલોવૂડ સુધી પોતાની કાબેલિયતના બ્યૂગલ ફૂંકનારી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નની આ વિધીના ફોટા પણ યુગલે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે, 2 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયેલી આ જોડીના સંબંધો ઉપર ન્યૂયોર્કની એક મેગેઝિને કંઈક એવું લખી નાખ્યું છે કે, તેના કારણે ભારતીય બોલિવૂડ કલાકારો ગુસ્સે ભરાયા છે.

‘ધ કટ’ નામના એક ઈન્ટરનેશનલ મેગેઝિને પ્રિયંકા અને નિક જોનસ પર એક આટિર્કલ પ્રકાશિત કર્યો છે. જેનું ટાઈટલ છે, ‘શું પ્રિયંકા ચોપડા અને જિન જોનસનો પ્રેમ સાચો છેં’ આ આટિર્કલમાં પ્રિયંકા ચોપડા સાથે નિક જોનસના લગ્નને એક ‘છેતરપીડિ’ જણાવી છે અને તેને નિક સાથે પરાણે કરાયેલા લગ્ન જણાવાયા છે.

34 વર્ષની પ્રિયંકાના લગ્ન જરુરી હતાઃ મારિયા
આ આટિર્કલ મારિયા િસ્મથ નામની એક લેખિકાએ લખ્યો છે. તેમણે સમગ્ર આટિર્કલમાં એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે પ્રિયંકા અને નિકનો સંબંધ, પ્રિયંકા અને તેની ટીમ દ્વારા પ્લાન કરાયો છે. આ આટિર્કલમાં મારિયાએ લખ્યું છે કે, ‘નિકોલસ જોનસ પોતાની મરજીની વિરુÙ આ છેતરપીડીવાળા સંબંધમાં ગયા શનિવારે બંધાઈ ગયો છે અને હું આપને જણાવું છું કે આ અંગે હું શું વિચારું છું.’

ત્યાર બાદ સંપૂર્ણ આટિર્કલમાં મારિયાએ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે 24 વર્ષના કુવારા નિક માટે આ ઉંમરમાં લગ્ન કરવા જરુરી ન હતા, જ્યારે 34 વર્ષની પ્રિયંકા માટે આ સંપૂર્ણ પણે યોગ્ય સમય હતો. (પ્રિયંકા અને નિકની આ ઉંમર 2016 પ્રમાણેની છે)
પ્રિયંકાને જણાવી ‘ગ્લોબલ સ્કેમ આટિર્સ્ટ’
આ આટિર્કલના એક ભાગમાં જણાવાયું છે કે, કેવી રીતે પ્રિયંકા માટે માેંઘી ચીજવસ્તુઆે અને પૈસા અનિવાર્ય છે. આટિર્કલના અંતમાં લખાયું છે કે, ‘હંમેશાં, લગ્ન એટલા સુંદર હોય છે કે તેનાથી હૃદયને ટાઢક મળતી હોય છે, શરીરમાં એક ઊજાર્નો સંચાર થતો હોય છે. દુખ એ વાતનું છે કે આ લગ્નમાં આવી કોઈ લાગણી કે ઉમળકો જોવા મળ્યો નથી.’
આટિર્કલમાં વધુમાં લખ્યું છે કે, નિક માત્ર એટલું ઈચ્છતો હતો કે તે હોલિવૂડની આ નવી મહિલા સાથે કેટલાક દિવસો, કેટલોક સમય પસાર કરે. પરંતુ તેના બદલે આ ગ્લોબલ સ્કેમ (કૌભાંડ) આટિર્સ્ટ સાથે તેને જન્મટીપની સજા મળી છે. તેનાથી પણ વધુ દુખદ એ છે કે આ સ્કેમ આટિર્સ્ટ (પ્રિયંકા ચોપડા)એ ઘોડાની પીઠ પર બેસાડીને લગ્ન કરી લીધા અને તેને પુછ્યું પણ નહી કે આ ઘોડા પર તે કમ્ફર્ટેબલ છે કે નહી.
આટિર્કલના અંતમાં લખાયું છે કે, નિક, જો તું આ આટિર્કલ વાંચી રહ્યાે હોય તો જેટલું વહેલું બની શકે એટલું એ જ ઘોડા ઉપર બેસીને ત્યાંથી ગાયબ થઈ જા. આટિર્કલના આવા લખાણથી ભારતના બોલિવૂડ કલાકારોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તેમણે પણ તમાચો મારતો જવાબ આપ્યો છે. આ આટિર્કલ અંગે સોનમ કપૂરે લખ્યું છે કે, પ્રિયંકા અંગેનો આ આટિર્કલ અત્યંત નિમ્નકક્ષાનો, જાતિવાદી અને મહિલા વિરોધી છે. સોનમે લખ્યું છે કે, સૌથી દુખની વાત તો એ છે કે આવો આટિર્કલ એક મહિલાએ લખ્યો છે. શરમ આવે છે… તારા ઉપર…
માત્ર સોનમે જ નહી પરંતુ દેશ-દુનિયાના અનેક લોકોએ ‘ધ કલ્ટ’ મેગેઝિનની ટીકા કરી છે અને પોતાના અભિપ્રાય આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મેગેઝિનમાં મહિલાઆે સાથે સંકળાયેલા મુદ્દાઆે ઉપર લખવામાં આવે છે. આ આટિર્કલ માટે મારિયા િસ્મથ નામની લેખિકાની ઘણી ટીકા થઈ રહી છે.

Comments

comments

VOTING POLL