પ્રિયંકા-રાહુલના રોડ શોમાં લોકો ઉમટી પડ્યો : કાેંગ્રેસ વધુ લડાયક

February 11, 2019 at 8:08 pm


લોકસભા ચૂંટણી પહેલા મહાસચિવ બનાવીને મિશન ઉત્તરપ્રદેશ પર મોકલવામાં આવેલા પ્રિયંકા ગાંધી વાઢેરાએ આજે લખનાૈમાં મેગા રોડ શો યોજીને પાટીૅના કાર્યકરોમાં નવો જુસ્સાે વધાયોૅ હતાે. આની સાથે જ પ્રિયંકા વાઢેરાએ પાેતાની રાજકીય ઇિંનગ્સની શરૂઆત કરી હતી. કાેંગ્રેસના લકીરથ અને માથા પર રહસ્યમય કાળા તિલકની સાથે રોડ શો ઉપર નિકળેલા રાહુલ અને પ્રિયંકાએ કાર્યકરોમાં જુસ્સાે ભરવાનાે પ્રયાસ કયોૅ હતાે. હાથમાં રાફેલ લઇને ભાજપ ઉપર પ્રહાર કરતા આગળ વધ્યા હતા. પ્રિયંકાની એન્ટ્રી રોડ શોના માહોલથી આગળ નિકળીને ઉત્તરપ્રદેશમાં કાેંગ્રેસના કાર્યકરોમાં જુસ્સાે ભરી શકે તેને લઇને હજુ પણ શંકાઆે દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં નિિ»ક્રય બની ગયેલી અને ચોથા સ્થાને પહાેંચી ગયેલી કાેંગ્રેસ પાટીૅને નવેસરથી ઉભી કરવાની જવાબદારી પ્રિયંકાને સાેંપવામાં આવી છે. પૂવીૅય ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકાને જવાબદારી સાેંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યાાે નથી ત્યારે પ્રિયંકા સામે અનેક પડકારો રહેલા છે. ઉત્તરપ્રદેશમાં દરેક ચૂંટણીની સાથે કાેંગ્રેસની હાલત વધુને વધુ કફોડી બની રહી છે. કોઇ સમયે દલિતાે અને મુÂસ્લમ સમુદાયના લોકોમાં મજબૂત આેળખ ધરાવનાર કાેંગ્રેસ પાટીૅ હવે નહીવત જેવી થઇ ગઇ છે. દલિત સમુદાયના લોકો કાેંગ્રેસનાે સાથ છોડીને બહુજન સમાજ પાટીૅની સાથે આવી ગયા છે. જ્યારે મુÂસ્લમ સમુદાયના લોકો અખિલેશ યાદવની પાટીૅ સમાજવાદી પાટીૅ સાથે જોડાી ગયા છે. આવી સ્થિતિમાં કાેંગ્રેસ સામે અનેક પડકારો રહેલા છે. રોડ શોમાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, રાજીવ શુક્લા, આરપીએમ િંસહ પણ જોડાયા હતા. લખનાૈના સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતાે. કાેંગ્રેસના પાેસ્ટરોમાં પ્રિયંકાના દુગાૅ અવતારને દશાૅવવામાં આવ્યા છે. રાહુલ પ્રિયંકા અને જ્યોતિરાદિત્યના રોડ શોમાં ચોકીદાર ચોર હૈના નારા લગાવવામાં આવ્યા હતા. રાહુલે હાથમાં રાફેલ વિમાનના કટઆઉટ સાથે નજરે પડâા હતા. એરપાેર્ટથી બહાર નિકળેલો કાફલો આગળ વધ્યો હતાે. પ્રિયંકા ગાંધીએ પાેતાના રોડ શો દરમિયાન આક્રમક અંદાજમાં પાટીૅના કાર્યકરોનાે ઉત્સાહ વધાયોૅ હતાે. ઉત્તરપ્રદેશમાં રાજકીય વાતાવરણમાં ફરી એકવાર ગરમી આવી ગઈ છે. લખનાૈમાં રોડ શો માટે રવાના થતાં પહેલા પ્રિયંકા ગાંધી, કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આવાસ ઉપર પહાેંચ્યા હતા. લખનાૈમાં રોડ શોને લઇને તમામ તૈયારીઆે પહેલાથી જ કરવામાં આવી હતી. ખુબ જ લકી બસનાે ઉપયોગ રોડ શો દરમિયાન કરવામાં આવ્યો હતાે. આ બસનાે ઉપયોગ 2017માં પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે કેÃટન અમરિન્દરિંસહે કયોૅ હતાે ત્યારબાદ તેમને ઐતિહાસિક જીત મળી હતી. આ બસ બુલેટપ્રુફ છે જેમાં હાઈડ્રાેલિક સીટ છે જે બસની છતથી બહાર આવી શકે છે.
આ બસને શનિવારના દિવસે જ પંજાબથી લખનાૈ લઇ જવામાં આવી હત. પ્રિયંકાના સ્વાગત માટે ઉત્તરપ્રદેશ કાેંગ્રેસના નેતાઆેએ પ્રિયંકા સેના બનાવી છે જેમાં કાેંગ્રેસના કાર્યકરો િંપક ટીશર્ટમાં નજરે પડâા હતા. પ્રિયંકા ગાંધીના ફોટાઆે આમા લગાવવામાં આવ્યા છે. રોડ શો બાદ પ્રિયંકાએ પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય િંસધિયા સાથે આગામી ત્રણ દિવસ દરમિયાન પાેતપાેતાના ક્ષેત્રોની લોકસભા સીટો માટે રૂપરેખા નક્કી કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા હતા. પ્રિયંકાના હિસ્સામાં 42 સીટો અને જ્યોતિરાદિત્યના હિસ્સામાં 38 સીટો આવી છે. દરેક લોકસભા ક્ષેત્રમાંથી 20-20 લોકોને બાેલાવવામાં આવ્યા છે. ત્રણ દિવસના ગાળા દરમિયાન પ્રિયંકા દરરોજ 12 કલાકના મહામંથનમાં સામેલ થશે.

Comments

comments

VOTING POLL