પ્રિ–મોન્સૂન કામ શરૂ: ૧૫૩૦ ભયગ્રસ્ત મિલકતોને મહાપાલિકાની નોટિસ

May 22, 2019 at 3:12 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્રારા આજથી જ પ્રિ–મોન્સુન પ્લાનની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે જેના ભાગરૂપે સૌપ્રથમ ઝોનવાઈઝ અને ત્યારબાદ વોર્ડવાઈઝ ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત હાલ સુધીમાં ધ્યાને આવેલી કુલ ૧૫૩૦ મિલકતોને નોટિસો ફટકારવામાં આવી હતી જેમાં મુખ્યત્વે દૂધસાગર રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ૧૨૦૦ કવાર્ટર્સને તેમજ સેન્ટ્રલ રાજકોટમાં ૩૨૪ મિલકતો અને વેસ્ટ રાજકોટમાં ૬ મિલકતો સહિત કુલ ૧૫૩૦ મિલકતોને નોટિસોની બજવણી શરૂ કરવા કમિશનરે સિટી ઈજનેરો અને ફાયરબ્રિગેડ શાખાને આદેશ કર્યેા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડના કવાર્ટર્સ જર્જરિત જણાતાં હોય તેમજ ભયગ્રસ્ત સ્થિતિમાં હોય ૧૨૦૦ કવાર્ટર્સ મામલે હાઉસિંગ બોર્ડને પત્ર પાઠવી જાણ કરવા સિટી ઈજનેરને આદેશ કરવામાં આવ્યો છે તેમજ તમામ કવાર્ટર્સધારકોને વ્યકિતગત ધોરણે પણ નોટિસની બજવણી કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ રાજકોટમાં સદરબજાર, હરિહર ચોક, પંચનાથ, કેસરી હિન્દ પુલ વિસ્તાર, બેડીનાકા, ગઢની રાંગ સહિતના વિસ્તારોમાં ૩૨૪ મિલકતો તેમજ વેસ્ટ ઝોન હેઠળના વિસ્તારોમાં ૬ મિલકતો સહિત હાલના તબક્કે કુલ ૧૫૩૦ જેટલી ભયગ્રસ્ત મિલકતોને નોટિસની બજવણી કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે

Comments

comments

VOTING POLL