પ્રીમિયર સ્માર્ટફોન ગ્રાહકો હવે બે વર્ષ સુધી ફોન બદલતા નથી: એનાલિસ્ટ્સ

April 16, 2019 at 10:40 am


ભારતના પ્રીમિયર સ્માર્ટફોન વપરાશકારો બે વર્ષ પહેલાં તેમના ફોન એકથી દોઢ વર્ષમાં બદલી નાખતા હતા પરંતુ હવે તેઓ બે વર્ષ સુધી ફોન બદલતા નથી એમ હેન્ડસેટ બનાવતી કંપ્નીઓ અને માર્કેટ રિસર્ચ એજન્સીઓ જણાવે છે.
હોંગકોંગ સ્થિત માર્કેટ રિસર્ચ કં5ની કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના અભ્યાસ પ્રમાણે, ગયા વર્ષે ભારતના રૂ.25,000થી રૂ.40,000ની કિંમતના સ્માર્ટફોન ગ્રાહકોએ સરેરાશ 25 મહિનાસુધી તેમનો ફોન બદલ્યો નહોતો જ્યારે રૂ.40,000થી વધુ કિંમતના સ્માર્ટફોન ધરાવતા લોકોએ 30 મહિના સુધી ફોન વાપર્યો હતો.
આવા મોંઘા ફોનમાં ઘણાં સમયથી કોઈ ઈનોવેશન થયું ન હોવાથી ઉપરાંત, રૂ.30,000થી ઓછી કિંમતના ફોનમાં કેમેરા, મેમરી અને સ્ક્રીન કવોલિટી જેવા પ્રીમિયમ ફીચર મળતાં હોવાથી તેમજ 20 ટકા ઈમ્પોર્ટ ડયુટીને કારણે એપલ જેવી મોંઘા ફોન બનાવતી બ્રાન્ડ્સ માટે ભારત સર્વોચ્ચ ભાવ ધરાવતું માર્કેટ રહ્યું છે કારણ કે, આવી કંપ્નીઓ મોટા ભાગે આયાત કરે છે. ઉપરાંત લોકોના મુનસફી આધારિત ખર્ચ ઘટયો હોવાથી મોંઘા ફોનની માંગ ઘટી અને પ્રીમિયમ સ્માર્ટફોનની રિપ્લેસમેન્ટ સાયકલ પણ ઘટી હતી એમ ઉદ્યોગજગતનાં એક્ઝિકયુટીવ્સ જણાવે છે.
પ્રીમિયમ સ્માર્ટફોનનું વેચાણ જે માર્કેટમાં થઈ શકે છે તેમાં વધારે વૃધ્ધિ થઈ નથી. એમ ઉત્તર અને પૂર્વ ભારતમાં 100 જેટલાં સેલફોન સ્ટોર્સ ધરાવતી સ્પાઈસ હોટસ્પોટના સીઈઓ અતુલ કપૂરે કહ્યું હતું. જ્યારે પણ નવા પ્રીમિયમ હેન્ડસેટ લોન્ચ થાય છે ત્યારે બે મહિના સુધી યુફોરિય રહે છે. જે લોકોની ખરીદશક્તિ વધારે છે માત્ર તે લોકો આવાવ પ્રીમિયમ ફોન ખરીદે છે. આની સરખામણીમાં રૂ.20,000થી ઓછા ફોનની કિંમતના સેગમેન્ટમાં ઘણા હેન્ડસેટ ઉપલબ્ધ છે એમ કપૂરે ઉમેર્યું હતું.
નોકિયા સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી કં5ની એચએમડી ગ્લોબલના વીપી અને ક્ધટ્રી હેડ (ઈન્ડિયા) અજય મહેતાએ કહ્યું હતું કે, ઉદ્યોગને ચાલુ વર્ષે સ્માર્ટફોનના વોલ્યૂમમાં 15 ટકા વૃધ્ધિનો અંદાજ આપ્યો છે અને આ વૃધ્ધિ રૂ.8,000-20,000ના પ્રાઈસ સેગમેન્ટમાંથી આવશે અને આ સેગમેન્ટ કુલ વેચાતા યુનિટનો 70-75 ટકા હિસ્સો ધરાવે છે. પ્રીમિયમ સેગમેન્ટ સ્થિર છે અને વૃધ્ધિ કરી રહ્યું નથી. ા.20,000-30,000ના પ્રાઈસ સેગમેન્ટમાં જ્યારે નવા લોન્ચિંગ થાય છે ત્યારે જ વૃધ્ધિ જોવા મળે છે એમ મહેતાએ કહ્યું હતું.
કાઉન્ટર પોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ આશિકા જૈન કહે છે કે સારી કવોલિટીના પ્રીમિયમ સ્માર્ટફોનની વધતી સરેરાશ વેચાણ કિંમતનીસાથે તેનો હોલ્ડિંગ પીરિયડ પણ વધશે કારણ કે, ગ્રાહકોને આવા ફોન બદલવા માટે વધારે ઈન્સેન્ટિવ નહીં મળે. જ્યારે 5જીનો જમાનો આવશે અને ફોલ્ડેબલ સ્માર્ટફોન આવશે ત્યારે આ સ્થિતિ બદલાઈ શકે છે. અન્ય દેશોની સરખામણીએ ભારત એકમાત્ર મોટું માર્કેટ છે જ્યાં રિપ્લેસમેન્ટ સાઈકલ ઘટી રહી છે. અમેરિકા, યુરોપ અને ચીન જેવા પરિપકવ માર્કેટમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં અપગ્રેડ રેટ ધીમો પડયો છે.

Comments

comments

VOTING POLL