પ્રેમ પ્રકરણમાં યુવાનનું ઢીમ ઢાળી દેનાર 4 શખ્સોને આજીવન કારાવાસ

February 21, 2019 at 2:08 pm


Spread the love

6 શખ્સોએ સણોસરા ગામે ખોડિયારધારના ડુંગરમાં યુવાન પર છરીના ઘા ઝીકી રોકડ રકમ અને મોબાઇલ સહિતની લુંટ ચલાવી પુરાવાનો નાશ કરનાર આરોપીઆેને કોર્ટે દંડ પણ ફટકાર્યો ઃ 6 પૈકિ 1 આરોપીનું મોત નિપજ્યું હતું તો અન્ય એક શખ્સને કોર્ટે આપેલો શંકાનો લાભ

ભાવનગર જિલ્લાના સણોસરા ગામે લોકભારતી સંસ્થાની પાછળના ભાગે ખોડીયાર ધાર ડુંગરમાં એક યુવાનની 4 શખ્સો પ્રેમ પ્રકરણના મામલે એકસંપ કરી હત્યા કરી હતી જ્યારે અન્ય બે શખ્સોએ આ કેસમાં મદદગારી કરી હતી. આ અંગેનો કેસ અત્રેના સેશન્સ જ્જની કોર્ટમાં ચાલીજતા કોર્ટેએ 6 પૈકીના મુખ્ય 4 શખ્સોને આજીવન કારાવાસ અને દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય એક આરોપીનું મોત નિપજ્યું હતું અને એક આરોપીને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ભરતભાઇ મેઘાભાઇ ચાવડા (રહે. વડીયા વિસ્તાર, રબારી વાસ, સણોસરા) એ એવા મતલબની પોલીસ ફરિયાદ નાેંધાવી હતી કે, તેમનો ભત્રીજો જીતેન્દ્ર ઉર્ફે જીતુ રતાભાઇ સાબડ રબારી (રહે. સણોસરા)ને રિંકલ ભોપાભાઇ ખસીયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જીતેન્દ્ર તથા રીકલ ગત તા.7-8-2015ના રોજ સણોસરા ગામે આવેલ લોકભારતી સંસ્થાની પાછળ ખોડીયાધાર ડુંગર વિસ્તારમાં મળવા માટે ગયેલા તેની જાણ રિંકલના સંજય છગનભાઇ ખસીયા (ઉ.વ.30), રવિ ભોપાભાઇ ખસીયા, વિજય ઉર્ફે નનો બાવચંદ ચાવડા, અંકુરભાઇ બાબુભાઇ ખસીયા (તમામ રહે. સોનગઢ), તથા રાજુભાઇ વંભભાઇ ચાવડા (રહે. ઘેટીગામ પાલીતાણા), વિનુભાઇ ઉર્ફે લાલો મધાભાઇ જીંજરીયા કોળી (રહે. સુવાગઢ, તા.લાઠી, અમરેલી),ને થતા એકબીજાના મેળપણા કરી એક સંપ કરી, જીતેન્દ્રને મારી નાખવાનું પુર્વ આયોજીત કાવતરૂ રચી, જીતેન્દ્ર તથા રિંકલને પકડી આરોપીઆેએ બંન્નેને ઝાપટો મારેલ તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ રતના રબારી ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહાેંચાડતા જીતુભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આરોપીઆેએ બન્ને મોબાઇલ ત્રણ કિંમત રૂા.2 હજાર કાઢી લુટ કરેલ અને તમામ આરોપીઆે બાઇક લઇ નાસી છુટéા હતા અને મોબાઇલ ફોન તોડી નાખી ફેંકી દઇ પુરાવાનો નાશ કરેલ અને કપડા પણ બાળી નાખેલ તથા છરી પાણી ભરેલા નાળામાં નાખી દઇ જે તે સમયે પુરાવાનો નાશ કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસે ઉક્ત તમામ આરોપીઆે સામે ઇપીકો કલમ 302, 394, 201, 212, 120 (બી), 34 મુજબનો ગુનો નાેંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના સેશન્સ જ્જ શુભદ્રાબેન બક્ષીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મૌખીક પુરાવા 36, લેખીત દસ્તાવેજી પુરાવા 50 વિગેરે ધ્યાને લઇ સંજય છગન ખસીયા, રવિ ભોપા ખસીયા, વિજય ઉર્ફે નનો બાવચંદ ચાવડા અને અંકુર બાબુભાઇ ખસીયા સામે ઇપીકો કલમ 302, 120(બી), 34, 201 મુજબનો ગુનો સાબિત માની તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.5000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ પાંચ વર્ષની સજા તેમજ ઇપીકો કલમ 120(બી) મુજબ 2 વર્ષની સજા રૂા.500નો દંડ અને દંડ ન ભરે તો વધુ 4 દિવસની સજા, ઇપીકો કલમ 201ના ગુનામાં ત્રણ વર્ષની સજા અને રૂા.2 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા ફટકારી હતી. આ કેસ ચાલતો હતો તે દરમ્યાન રાજુભાઇ વંભભાઇ ચાવડાનું મોત નિપજ્યું હતું. તેથી કોર્ટે તેમને એબેટ જાહેર કરેલ હતો. તેમજ વિનુભાઇ ઉર્ફે લાલો જીંજરીયાને શંકાનો લાભ આપી કોર્ટે નિદોર્ષ છોડી મુકવા હુકમ કર્યો હતો.