પ્રોફેશનલ બની જોબ પર કરો સિધ્ધી હાંસલ

November 3, 2018 at 7:43 pm


નવી નવી નોકરીએ લાગ્યા હોય ત્યારે વ્યકિતના મનમાં હજારો સપનાં હોય છે. અપોઇન્ટમેન્ટ લેટર મળે ત્યારથી જ તે કંપનીને પોતાની આવડત અને લગનથી આગળ લઇ જવાના શમણાં જોવા લાગ્યા હોય છે. અને કંપનીમાં જોડાયા પછી તેને સતત કંપનીના વહિવટમાં ચોક્કસ પ્રકારના સુધારાવધારા કરીને તેનો નફો વધારવાના આઇડિયા આવતા રહેતા હોય છે.

મોટાભાગની માનુનીઓ નોકરીના સ્થળે ચીઠ્ઠીના ચાકરની જેમ કામ કરીને ઘરભેગી થઇ જાય છે. તેઓ પોતાની ક્ષમતાનો ઉપયોગ આવા વિચારોને કારણે યોગ્ય કરી શકતી નહિ. પરંતુ નિષ્ણાતો જણાવે છે કે આવું કરીને તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે. તેમણે પોતાના વિચારો હિમ્મત કેળવીને રજૂ કરવા જોઇએ. બહુ બહુ તો તેમના બોસ તેમના ઉપર ગુસ્સે થાય કે તેમના આઇડિયાની મજાક ઉડાવે. પણ સરવાળે તો તેમના બોસને જ નુક્સાન થાય.કારણ કે જો તેઓ આવું કરે તો જે તે મહિલા કર્મચારી બીજી વખત પોતાના આઇડિયાઓ વિશે વાત જ ન કરે. પરંતુ હિમ્મત કરીને પોતાની વાત રજૂ કરનાર મહિલાનો આત્મવિશ્વાસ ચોક્કસપણે દ્રઢ થાય. તેના મનનો ડર દૂર થઇ જાય.

સામાન્ય રીતે મહિલાઓ બધાને ખુશ રાખવાનો ગુણધર્મ ધરાવતી હોય છે. પણ આ ગુણ ઓફિસમાં ન ચાલે.મોટાભાગની મહિલાઓ પર ઓફિસ સાથે ઘરની જવાબદારીઓ પણ હોય છે. તેમાંય પરિણીત અને માતા બની ગયેલી સ્ત્રીઓને ઓફિસ અને ઘર વચ્ચે સંતુલન સાધવામાં ભારે જહેમત લેવી પડે છે. આવી સ્થિતિમાં ઓફિસમાં એટલી બધી જવાબદારીઓ પોતાના શિરે નલઇ લો જે પૂરી કરવા માટે તમારે વધારાનો સમય ફાળવવો પડે.આમ કરવા જતાં તમે તમારા પરિવારને પૂરતો સમય નહીં ફાળવી શકો તો તમારા પરિવારજનો પણ તમારાથી નારાજ થશે. તેથી ઓફિસની કોઇપણ જવાબદારી લેવાથી પહેલા તમારી પ્રાથમિકતા નક્કી કરો. અને જો તમે જે તે જવાબદારી ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન સાધીને સંભાળી શકો તેમ હો તો જ આગળ વધો. નહીં તો જેની પાસે વધારાનો સમય કે અન્ય જવાબદારીઓ ઓછી હોય તેને આ કામ કરવા દો.અને તમે તમારા રેગ્યુલર ડયુટી પર જ ધ્યાન કેન્દ્રીત કરો.

Comments

comments

VOTING POLL