પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ ન કરવા ગૃહ મંત્રાલયની તાકીદ

August 9, 2018 at 10:49 am


સરકારે સ્વતંત્રતા દિવસ પહેલાં દરેક નાગરિકોને પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ ધ્વજ સંહિતાનું સખ્ત રીતે પાલન સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી ધ્વજ સંહિતાનું શખ્તાઇથી પાલન સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલ પરામર્શમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય ધ્વજ ભારતની જનતાની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલાં માટે જ આને સમ્માનનો દરજ્જો મળવો જોઇએ. મંત્રાલયે જણાવ્યું કે, તેઓની સંજ્ઞામાં એ વાત સામે આવી છે કે મહત્વપૂર્ણ સમારોહમાં કાગળથી બનેલા ઝંડાઓનાં સ્થાન પર પ્લાસ્ટિકથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ કરવામાં આવે છે.
પરામર્શનાં અનુસાર ચૂંકિ પ્લાસ્ટિકનાં ઝંડા કાગળનાં ઝંડાઓની જેમ પ્રાકૃતિક રીતે અપઘટિત નથી થતાં અને લાંબા સમય સુધી નષ્ટ પણ નથી થતાં જેથી રાષ્ટ્રીય ધ્વજનાં સમ્માનને અનુરૂપ પ્લાસ્ટિકથી બનેલ રાષ્ટ્રીય ધ્વજનું ઉચિત નિસ્તારણ સુનિશ્ચિત કરવું એ એક વ્યવહારિક સમસ્યા છે.
રાષ્ટ્રીય સમ્માનોનાં અપમાનની રોકથામ અધિનિયમ, 1971ની કલમ 2ને અનુસાર કોઇ પણ ક્યાંય પણ સાર્વજનિક રસ્તા પર અથવા તો કોઇ અન્ય સ્થાન પર કે જ્યાં લોકોની નજર હોય છે ત્યાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અથવા તેનાં કોઇ ભાગને સળગાવે છે અથવા તો તેને ખરાબ રીતે નષ્ટ કરે છે કાં તો ગંદો કરે છે, તેની આકૃતિને બગાડે છે અથવા તો તેની પર જો પગ રાખે છે તેમજ તેની જો અવમાનના કરે છે તો તેને જેલની સજા આપવામાં આવી શકે છે. જેમાં તે વ્યક્તિને 3 વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે અથવા તો દંડ પણ કરી શકાય છે.

Comments

comments

VOTING POLL