ફઈ-ભત્રીજાની મહેનત પાણીમાં: માયાવતી-અખિલેશનું ગઠબંધન નિષ્ફળ ગયું

May 24, 2019 at 10:57 am


લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવે બસપ્નાં વડાં માયાવતી સાથે કરેલું ગઠબંધન ઉત્તર પ્રદેશમાં ધાર્યું પરિણામ નહોતું લાવી શક્યું અને ફરી એકવાર ભાજપે રાજ્યમાં સપાટો બોલાવી દીધો હતો. જોકે, પ્રયાસ કરવા બદલ સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવને પૂરા માર્ક્સ આપવા જોઈએ.
ભાજપ્ના પડકારને પહોંચી વળવા રાજ્યમાં સપા-બસપાનુંં જોડાણ કરતી વખતે અખિલેશ યાદવે તેનો અહમ બાજુએ મૂકી દીધો હતો અને ખુશી ખુશી ફુઈ માયાવતી સાથે ભત્રીજાની ભૂમિકા ભજવી હતી. અખિલેશે જાહેરમાં વરિષ્ઠ રાજકારણી માયાવતીનાં ચરણસ્પર્શ કયર્િ ત્યારે તેની પત્ની ડિમ્પલે તેને મદદ કરી હતી.

પત્રકારોએ જ્યારે યાદવને પૂછ્યું કે વડા પ્રધાનપદનાં ઉમેદવાર તરીકે તમે બસપાનાં વડાં માયાવતીને ટેકો આપશો ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો જે વિકલ્પ ખુલ્લો હોવાનો સંકેત આપતો હતો. ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળનો પણ સમાવેશ કરવા અખિલેશે સપાના હિસ્સાની એક બેઠક જતી કરી હતી. ભાજપ્ને સત્તાથી દૂર રાખવા, સપા-બસપા વચ્ચેની કડવાશ દૂર કરવા આ નાની નાની કિંમત અખિલેશે ચુકવી હતી.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અખિલેશે કોંગ્રેસ સાથે જોડાણ કરી ગઠબંધન રચવાના પ્રયાસમાં ફાળો આપ્યો હતો. જોકે, તે સમયે પણ એ ગઠબંધન કારગત નહોતું નીવડ્યું નરેન્દ્ર મોદીના ટેકાથી યોગી આદિત્યનાથે વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી.

Comments

comments

VOTING POLL