ફકત ચૂંટણી જીતવી જ જરૂરી છે ? શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ જીવન બનાવવા માટેની તડપ રાજકીય પક્ષોમાં શા માટે નથી ?

May 7, 2018 at 6:48 pm


દેશમાં ચૂંટણીની ચોપાટ જ્યારે ગોઠવાય છે ત્યારે રાજકારણમાં એક પ્રકારનું થ્રીલર ઉમેરાય જાય છે. રાજકીય પક્ષો માત્ર ચૂંટણી જીતવા અને પોતાની સત્તા જમાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે અને આ પરંપરા હવે આપણા દેશ માટે કંઈ નવી રહી નથી. દેશના બુધ્ધિજીવીઆે ચૂંટણીની પાગલ રઝળપાટ, રકઝક, ઝઘડા, આરોપોના આદાન-પ્રદાન અને ચૂંટણી પ્રચાર પાછળ કરાતા કરોડો રૂપિયાના ખર્ચને જોઈને એક વાતનો ટોણો મારી રહ્યા છે કે કોઈપણ રાજકીય પક્ષ ફકત ચૂંટણી જીતવા કે આટલી સીટો મળશે, આટલી સીટો મેળવીને જ રહીશું તેના પર પોતાનું ફોકસ રાખે છે પરંતુ વાસ્તવમાં લોકોના બેઝિક સવાલો ઉકેલવા કે એમના જીવનને શ્રેષ્ઠ બનાવવાની કોઈ ચીતા પ્રચારમાં પણ કયારેય કરતા નથી. સભાઆેમાં પણ એકબીજા પર આરોપો નાખવા સિવાય આપણા દેશમાં ચૂંટણી પ્રચારમાં બીજું કશું સર્જનાત્મક કે હકારાત્મક જોવા મળતું નથી.
કણાર્ટકમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઆે કણાર્ટકનો પ્રવાસ કરી રહ્યા છે અને બીજીબાજુ કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રેલીઆે કરી રહ્યા છે અને બન્ને નેતાઆે એકબીજા સામે આક્ષેપોના આદાન-પ્રદાન કરી રહ્યા છે. વાસ્તવમાં રાજકીય નેતાઆેએ એ જોવું જોઈએ કે એક શ્રેષ્ઠ સમાન શ્રેષ્ઠ દેશ અને શ્રેષ્ઠ જીવન બનાવવા માટે આપણે શું કરવું જોઈએ ં આ વાત પર એકતા હોવી જોઈએ પરંતુ તે શકય નથી. કણાર્ટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારની હવે પરાકાષ્ટા છે 15મી-મેના રોજ તેના પરિણામ આવશે. આ ચૂંટણી ખુબ જ મહત્વની છે કારણ કે, તેમાં કાેંગ્રેસની સરકાર અને કેન્દ્રની સરકારના ચાર વર્ષના કામકાજ પર લોકો પોતાનું જજમેન્ટ આપવાના છે. ભાજપની જીત માટે વડાપ્રધાન મોદીએ પોતાની જાતને જાણે હોમી દીધી છે અને એમની પાર્ટી પણ સ્થાનિક નેતૃત્વના બદલે એમના પર જ ભરોસો રાખીને બેઠી છે. એટલા માટે જ કણાર્ટકની ચૂંટણીના પરિણામ દેશના મુળનો સંકેત બની જશે. ત્યારબાદ ડિસેમ્બરની આસપાસ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી થશે અને તેને 2019ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઈનલ ગણવામાં આવશે.
આ બધા રાજ્યોના પરિણામો 2019ની લોકસભાની ચૂંટણીની દિશા નકકી કરી દેશે અને ત્યારબાદ રાજકીય પક્ષો વધુ આક્રમક બનશે અને આક્ષેપોના આદાન-પ્રદાન વધુ તીવ્ર બનશે. અત્યારે દેશની સ્થિતિ ખરેખર ચેલેન્જિ»ગ છે. પેટ્રાેલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને તેના લીધે માેંઘવારીએ માજા મુકી છે. મહિલા વિરોધી અને બાળાઆે વિરોધી ગુનાખોરીએ માજા મુકી છે. ક્રાઈમનો ગ્રાફ દરેક રાજ્યોમાં ઉંચે જઈ રહ્યાે છે. ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઆે વ્યગ્ર છે, વાલીઆે ખુબ જ ચિંતીત છે, સમાજનો કોઈ વર્ગ એવો નથી કે આજે સંતોષથી કે શાંતિથી જીવન પસાર કરવાની તક મળતી હોય ! આવી સ્થિતિમાં ચૂંટણીના પ્રચારમાં ખુબજ સંયમ રાખવાની જરૂર હોય છે અને લોકોના બેઝિક પ્રશ્નો ઉકેલવાના વાયદા કરવાના હોય છે. લોકોનું જીવન વધુ બહેતર બનાવવા માટેની ચિંતા રાજકીય પક્ષોમાં હોવી જોઈએ પરંતુ તે કયાંય દેખાતી નથી. જ્યાં સુધી કેન્દ્ર સરકારના કામકાજની વાત છે તો એક વાત તો સાચી છે કે તાબડતોબ યોજનાઆે લાગુ કરવામાં આ સરકારે રેકોર્ડ બનાવ્યો છે અને તેમાંથી ઘણી બધી સફળ પણ રહી છે પરંતુ એવી યોજનાઆે અને ઘોષણાઆે પણ છે જે નાકામ રહી છે અથવા ગુમનામીમાં ચાલી ગઈ છે. સૌથી મોટા મુદ્દાઆેમાં રોજગાર છે અને આ મોરચા પર સફળતા દેખાડવા માટે હાલમાં જે આંકડા રજૂ કરવામાં આવી રહ્યા છે તેના પર વિવાદ થઈ ગયો છે. આવી જ સ્થિતિ કિસાનોના પ્રñે પણ એમની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. કાયદો-વ્યવસ્થાના મોરચા પર પણ અનેક પ્રકારો ઉભા થઈ ગયા છે તેમજ સ્વચ્છ ભારત અભિયાન માટે ઉઠાવવામાં આવેલા ક્રાંતિકારી પગલાંઆેની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનના તાજેતરના અહેવાલમાં એમ જણાવાયું છે કે, દુનિયાના સૌથી પ્રદૂષિત 15 શહેરોમાંથી 14 તો ભારતના જ છે અને તેમાં દેશની રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થાય છે. કંઈક આ જ પ્રકારના તથ્યો બીજી ઉપલિબ્ધઆેના મામલામાં પણ સામે આવી શકે છે તેવો ભય રહે છે.
(અનુ. 10માં પાને)

Comments

comments

VOTING POLL