ફટાકડા ફટ ફટ ફૂટે…

October 26, 2018 at 11:10 am


સીબીઆઇમાં જે રોજેરોજ બોમ્બ ફૂટી રહ્યા છે તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉંંઘન ગણાય કે નહિ એવો નિર્દોષ સવાલ તØન ભોળાભાવે કોઈએ પૂછ્યો છે પણ એ વાત જરા જુદી છે. અહી તો સુપ્રીમ કોર્ટે હમણાં દિવાળીના દિવસે માત્ર બે કલાક જ ફટાકડા ફોડવાની છૂટ આપીને દેશમાં ઘણી રસપ્રદ ચર્ચાઆેને જન્મ આપ્યો છે તેની વાત કરવાની છે. સમાચાર માધ્યમો અને સોશ્યલ મીડિયામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને રોજેરોજ ફટાકડા ફૂટી રહ્યા છે પરંતુ લોકોએ ગભરાવા જેવું નથી. તેમણે તો માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે, જે ફટાકડો ફોડવામાં આવે તેનાથી હવેમાં એલ્યુમિનિયમ, બેરિયમ અને આયરન ફેલાતું નથી ને… સાથોસાથ એટલું પણ ધ્યાન રાખવાનું કે, આ ફટાકડામાં લિથિયમ, આર્સેનિક, ઍન્ટિમની , લેડ અને પારાનો ઉપયોગ નથી થયો ને,…આટલું ધ્યાન રાખી લ્યો પછી ખાલી એટલું જ જોવાનું કે, તે ફોડવાથી અવાજ તો વધુ નથી આવતો ને….કોર્ટે 1000, 2000 અને 5000ની તડાફડી માટે 105 ડેસિબલ એટલે કે અવાજની માત્ર નક્કી કરી છે. આ તો તડાફડી માટે છે પણ જો તમારી પાસે સિંગલ ફટાકડો હોય તો તો તમે 125 ડેસિબલ અવાજવાળા ફટાકડા પણ બિન્દાસ ફોડી શકો છો…અને હા એ ભુલાય નહિ કે, આ ફટાકડા હોસ્પિટલ, કોર્ટ, મંદિર કે સ્કૂલ જેવા સાયલન્સ ઝોન પાસે નથી ફોડવાના ..સુપ્રીમ કોર્ટે ના પાડી છે…ચીન પછી ફટાકડાના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં બીજો નંબર આવે છે અને તેનું ટર્નઆેવર લગભગ 15 હજાર કરોડ રુપિયાનું છે. દેશમાં 75થી 80 હજાર ટન ફટાકડાનું ઉત્પાદન થાય છે અને લાખ્ખો લોકોને રોજગારી મળે છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાનો સમય નિિશ્ચત કરી આપ્યો એ મોટા ભાગનાને નથી ગમ્યું ..પણ …એક વર્ગ એવો પણ છે જે તેને આવકરે છે. તહેવારો ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવવા માટે છે …નહી કે ઘાેંઘાટ અને પ્રદૂષણ ફેલાવવા માટે ..દિવાળીનો તહેવાર સદીઆેથી ઉજવાય છે ..જે તે વખતે આટલો Kચો અવાજ અને પ્રદૂષણ કરતા ફટાકડા નહોતા …કાનના પડદા ફાડી નાખીને દિવાળી ની ઉજવણી કરવી એ જંગલી પ્રથા પર કોઈએ તો રોક લગાવવી જરુરી હતી …આટલી Kચી ક્ષમતા વાળા ધડકા કરી કયું મનોરંજન મળે છે એ સમજાતું નથી …નિર્દોષ નીચી ક્ષમતા વાળા ફટાકડા અને બીજા ચકરડી ..કોઠી ..વગેરે જેવા દારુખાના વડે દિવાળી ઉજવાતી હતી તે બરાબર હતી …હવે આ બધુ અતિ તરફ જઈ રહ્યું છે ..જેની પર એક હદ પછી બ્રેક મારવાની જરુર તો છે જ …રાત્રે બે વાગ્યે બધા Kઘી ગયા પછી પણ ટેટા ફોડી લોકો ને હેરાન કરનારાઆેને પણ જોયા છે..એટલું જ નહિ પણ રાત્રે આડેધડ ફેંકાતી ‘ ઉંદરડી ‘ પણ ઘણી જોખમી બની જાય છે. …એટલે દશ પછી બંધ કરવા ની વાત નો હવે સંપૂર્ણ અમલ જરુરી છે …લોકો એ જંગલી પણું છોડી સોબર રીતે તહેવારો ઉજવતા શીખવા ની જરુર છે છે ને છે જ .. સુપ્રીમ કોર્ટે પ્રજા ને અતિ તરફ જતા રોકી નવી ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરી તહેવારોની ઉજવણીને સાચા આનંદ ઉત્સાહથી ઉજવવાને બદલે સાવ જંગલી બનવા તરફ જઈ રહેલી રુઢિઆેને અટકાવવી જરુરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એવો ગણગણાટ થયો કે, હિન્દુઆેના તહેવારો ઉપર જ કેમ આવા નિયંત્રણો આવે છે. ..અહી કહેવું જરુરી છે કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ લોકો કોઈ કેસ કરે અને એની સુનવણી થાય અને ચુકાદો આપે એ જે તે કેસ ને અનુરુપ હોય …કોઈ જો મુિસ્લમોના મિસ્જદના માઇક વિરુધ્ધ આવો કેસ કરે તો કોર્ટ એ પ્રમાણે ચુકાદો આપે …અત્યારે તો આ ફટાકડા ની જાહેર હિતની અરજી ઉપરના ચુકાદા પ્રમાણે એ કેસના એ ઇસ્યુ પૂરતી ગાઈડ લાઇન આવી છે …મિસ્જદ ના માઇક અને ફટાકડાની પી. આઈ. એલ એ બંને હાલ તો અલગ અલગ ઇસ્યુ છે …તેથી કોર્ટ બંનેને એક જ ચુકાદામા ન આવરી શકે …કોઈ એ હજુ સુધી મિસ્જદ માઇક બંધ કરાવવા પી આઈ એલ કરી હોય તો એનો ચુકાદો આવો ફટાકડા જેવો જ પ્રતિબંધ વાળો આવી શકે.! …પણ વોટ બેંકની લાલચમા કોર્ટના આદેશનું પાલન આ રાજ્યો કે કેંદ્ર સરકાર કરે તેવું લાગતું નથી. આવી મિસ્જદના માઇકવાળી પી .આઈ. એલ કરી છે કે કેમ તે ધ્યાનમાં નથી. એટલે અત્યારે તો આ મુદ્દાને ધ્યાનમા લીધા વગર હાલ તો આપણે આપણું ઘર સાફ કરવું જોઈએ …કોઈ બીજા નું ઘર સાફ નથી થતું માટે આપણું ઘર પણ સાફ નહી કરવું જોઈયે એ વલણ નહી હોવું જોઇયે ..હિંદુ ધર્મ સૌથી એડવાંસ અને કમ સે કમ બીજા ધર્મો જેટલો જંગલી નથી તે આપણે આપણા વર્તનથી સાબિત કરવાનું છે. સફાઈની વાત નીકળી છે તો આ વખતની દિવાળી ‘સમજુ દેસી’ એટલે કે સંજીવ જાનીની જેમ’ડસ્ટ-ફ્રીથઈને ઊજવીએ જોઈએ એવો વિચાર વહેતો થયો છે. સમજુ દેશી કહે છે કે, ‘સ્વચ્છ ભારત અભિયાનથી તમને આશા જાગી હશે કે આપણો દેશ પણ હવે ફોરેનની જેમ ચોખ્ખો ને ચણાક થઈ જશે. થોભો. એમ દેશ ચોખ્ખો નહી થાય. તમે કહેશો કે હવે તો ઘરે ઘરે ડસ્ટબિન આવી ગયા,ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વેન આવી જાય છે. દુકાનોની બહાર ડસ્ટબિન મૂકવામાં આવે છે,એટલે ભારત સ્વચ્છ થઈ જ ગયું કહેવાય ને. તો શું,તમને લાગે છે કે આપણું શહેર,ગલી કે આપણું ઘર ફોરેનની જેમ સ્વચ્છ થઈ ગયુંંના. કારણ શુંંફોરેનમાં કચરો તો નથી જ હોતો,પણ ધૂળ બિલકુલ નથી હોતી. જ્યારે આપણાં ઘરની જ વાત લઈ લો. ફનિર્ચર પર આંગળી ફેરવશો એટલે દિવસના કોઈ પણ સમયે ધૂળ લાગેલી જોવા મળશે.તમે સો ટકા સમજી લો કે ધૂળ જ’સ્વચ્છ ભારતની દુશ્મન નંબર વન છે.આ ધૂળ જ્યારે કાયમ માટે દૂર થશે ત્યારે આપણું ઘર,આપણી શેરી,આપણું શહેર અને આપણું ભારત સ્વચ્છ થયેલું ગણાશે. તમે ક્યારેય ધ્યાનથી આપણી શેરીના સ્વીપરને કચરો વાળતા જોયો છેંએ જ્યારે કચરો વાળે ત્યારે શેરીમાં પડેલી ધૂળ વધુ ઉડાડે છે. એ ધૂળ ઉડીને આપણાં ઘરમાં પ્રવેશે છે. ખરેખર એ સ્વીપર શું વાળે છેંધૂળની ઉપર પડેલો કચરો. એ ઉપર ઉપરથી કચરો લઈને પોતાની ઠેલણગાડીમાં ઠાલવે અને ચાલ્યો જાય. પેલી ધૂળ તો એમની એમ જ રહે. ધૂળની સાથે કાંકરા પણ હોય છે. એ કાંકરાનો ધીરે ધીરે ભૂકો (યજ્ઞિતશજ્ઞક્ષ)થાય અને એમાંથી નવી ધૂળ પેદા થાય! એ ધૂળ તમારા ઘરમાં ઉડીને આવે. તમારા ફેફસા અને ફનિર્ચર બેયને ધીરે ધીરે નુકસાન કરતી જાય,પણ આપણું ધ્યાન એમાં ન જાય. હવે સમજાયુંંઆપણાં ઘરમાં કચરો વાળીએ પછી થોડી જ વારમાં એ ધૂળ ફનિર્ચર પર ક્યાંથી આવી જાય છે એંએ ધૂળ બીજે ક્યાંયથી નહી,આપણી જ શેરીમાંથી આવે છે. હકીકતમાં ધૂળ કચરાને સંગ્રહ કરવાનું એક જાતનું પાત્ર અથવા વાસણ છે. બધો કચરો એ ધૂળ પોતાના પર સાચવીને રાખે છે. આપણી શેરીમાં આવતો સ્વીપર રોજ એ વાસણમાંથી કચરો ઉપાડી જાય છે પણ એ વાસણ ક્યારેય નથી લઈ જતો. હકીકતમાં એ ધૂળરુપી વાસણ તમારી શેરીમાંથી હટાવો એટલે તમારા ઘરમાં એ ધૂળ ઉડીને ક્યારેય નહી આવે. તો સૌથી પહેલું કામ શું કરશોંઆ રવિવારથીઆવતા રવિવાર સુધીફક્ત તમારા ઘર પાસે પડેલી ધૂળ અને કાંકરા સૂપડીથી ભરીને કોર્પોરેશને આપેલી ડસ્ટબિનમાં ભરી લો અને ગાર્બેજ કલેક્શન કરતી વાનમાં ઠાલવી દો. આવુંસાત દિવસકરો.તમને ખાતરી આપું છું કે,સાત દિવસપછી તમારા ઘરમાં ફનિર્ચરને ઝાપટવું પડે એવી ધૂળ નહી હોય,તમારું આંગણું સ્વચ્છ લાગશે,તમારી શેરી ચોખ્ખી લાગશે,તમે હેલ્ધી ફિલ કરશો અને તમને’સ્વચ્છ ભારતમાટે યોગદાન આપ્યાનું ગૌરવ પણ અનુભવાશે, અનેતમારી દિવાળી ડસ્ટ-ફ્રી થઈને ઊજવવાનો આનંદ મેળવશો.તો આ રવિવારથી શરુઆત કરશો નેં

Comments

comments

VOTING POLL