ફરીયાદકા ગામે યુવતિના મામલે મારામારી, પાંચને ઇજા

January 16, 2019 at 2:16 pm


વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ નાેંધાવતા રાયોટીગ સહીતની કલમો હેઠળ ગુનો નાેંધાયો

ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામે યુવતિની છેડતીના મામલે 9 શખ્સોએ કરેલા હુમલામાં યુવાન સહીત પાંચને ઇજાઆે થતા સારવારમાં ખસેડાયા હતા.
ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામે સજાર્યેલી મારામારી અંગે હસમુખભાઇ બાબુભાઇ ધામેલીયા (ઉ.વ.3ર)એ વરતેજ પોલીસ મથકમાં વિનુ મોહન, જયેશ દુલા, કલ્પેશ બાલા, સંજય વજુ, નિકુલ દુધા, નરેશ દામજી, સુનિલ દામજી, ચેતન ઘુઘા, મુન્નાે વિનુ વિરૂધ્ધ એવી ફરીયદ નાેંધાવી હતી કે યુવતિને ફસાવવાના ઇરાદે છેડછાડ કરતા હોય જે અંગે ઠપકો આપવા જતા તમામે ઉશ્કેરાઇ જઇ તલવાર અને પાઇપ વડે હુમલો કરી લાલજીભાઇ (ઉ.વ.30), ભરતભાઇ (ઉ.વ.48), નરેશભાઇ (ઉ.વ.ર0) અને પરજી વનજી (ઉ.વ.38)ને ઇજા પહાેંચાડી નાસી છુટયા હતા.
જયારે આ અંગે ફરીયાદકા ગામે જ રહેતા પંકજભાઇ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.ર8)એ ભરત ખીમજી, હસમુખ બાબુ હરજીવન અને જયેશ લાલુ મારમારીમાં વચ્ચે પડતા તમામને ઇજાઆે પહાેંચાડી હતી. આ અંગે વરતેજ પોલીસે રાયોટીગ સહીતની કલમો હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL