ફરી આતંકના આેછાયા

December 28, 2018 at 9:09 am


દેશની સુરક્ષા એજન્સીઆે ગમે એટલા દાવા કરે પણ દેશમાં ત્રાસવાદી સંગઠનોનો પ્રવૃિત્ત ચાલી રહી છે તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. નેશનલ ઈન્વેસ્ટિગેટવ એજન્સીએ ઉત્તર પ્રદેશ અને નવી દિલ્હીથી. ઈસ્લામિક સ્ટેટ આેફ ઈરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) પ્રેરિત એક નવા મોડéુલને ખુંું પાડéું છે. આ મોડéુલનાં ઈરાદા નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વિસ્ફોટ કરવાના હતા આ ઘટનાક્રમ પરથી એટલું જરુર કહી શકાય કે દેશ ઉપર ફરી આતંકના આેછાયા તોળાઈ રહ્યા છે.

સુરક્ષા એજન્સીને એવી બાતમી મળી હતી કે, હરકત-ઊલ-હરબે-ઈસ્લામ નામક નવા મોડéુલ સqક્રય છે અને તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન વિસ્ફોટકો, દેશી બનાવટના રોકેટ લોન્ચર, 100 મોબાઈલ, 135 સીમ કાર્ડ મળ્યા હતા. ખીચોખીચ ભરેલી જગ્યાઆે, રાજકીય વ્યિક્તઆેને લક્ષ્ય બનાવવાનું આઈએસઆઈએસ પ્રેરિત આતંકવાદી મોડéુલનું આયોજન હતું. તેઆે વિદેશી સૂત્રધારોના સંપર્કમાં હતા.

મુãતી સુહૈલ દિલ્હીમાં રહેની દેશને બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. લગભગ બે મહિના પહેલા અમરોહમાં એક વિસ્તારમાં રુમ લીધો હતો. જ્યાં તે હથિયાર વગેરે ભેગા કરતો હતો. તે આ કામ માટે યુવાઆેને પણ જોડી રહ્યાે હતો. આ માટે જેહાદના નામે યુવાઆેનું માઇન્ડ વોશ કરવામાં આવતું હતું.

હરકત ઊલ હરબે ઈસ્લામ જૂથની શંકાસ્પદ કામગીરી અંગે મળેલી બાતમી બાદ છેલ્લા થોડાક વખતથી એનઆઈએ તેના પર જાપ્તાે રાખતું હતું,હવે આ મોડéુલ પકડાયા પછી ઘણી ખતરનાક માહિતી બહાર આવશે અને થોડો સમય આવી નાપાક પ્રવૃતિઆે બંધ રહેશે પણ આવી પ્રવૃિત્તઆે કાયમી ધોરણે બંધ થાય તેવા પગલાં ઇચ્છનીય છે.

Comments

comments

VOTING POLL