ફરી તારક મહેતા કા ઉલ્શા ચશ્મામાંથી આ એકટ્રેસ લઈ રહી છે વિદાય……

February 4, 2019 at 4:05 pm


ટીવીની હોટ ફેવરીટ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણી લાંબા સમયથી અદ્રશ્ય છે. આવામાં જાણવા મળી રહ્યું છે કે, સીરિયલમાંથી વધુ એક પાત્ર દૂર થઇ શકે છે.પરંતુ હવે સીરિયલના મેકર્સ ઇચ્છે છે કે, સોનુ સંપૂર્ણ રીતે સ્ટડી પર ધ્યાન આપે અને સીરિયલ છોડી દે. આ કારણે જ આવનારા એપિસોડમાં સોનુના પાત્રને દૂર કરવા માટે તે અભ્યાસ માટે વિદેશ જાય તેવું બતાવવા અંગે વિચારણા ચાલી રહી છે. સોનુની સાથે જ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ દિશાને સીરિયલમાંથી દૂર કરવાની વાત કરી છે. હવે જોવાનું રહેશે કે સીરિયલમાં આ ફેરફાર ક્યારે થશે. અને કોણ સોનું અને દિશાના પાત્રમાં જોવા મળશે.

Comments

comments

VOTING POLL