ફરેર ગામે પિતા-પુત્ર ઉપર કુહાડી, પાઇપ, ધારીયા, લાકડી વડે ઘાતક હુમલો

April 11, 2019 at 1:24 pm


કુતિયાણાના ફરેર ગામે પિતા-પુત્ર ઉપર કુહાડી, પાઇપ, ધારીયા, લાકડી વડે ઘાતક હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કુતિયાણા નજીકના ફરેર ગામે ધબુડી વાવ પાસે સીમમાં રહેતા નાગા દેવાભાઇ મોકરીયા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં મહીલાઓ રાસ-ગરબે રમતી હતી ત્યારે કલુ કાંધા વાઢીયા નામનો શખ્સ મોબાઇલમાં ફોટા પાડતો હતો આથી નાગાએ તેને મોબાઇલમાં ફોટા પાડવાની ના પાડી હતી અને ત્યાંથી તેને ભગાડી દીધો હતો. ત્યારબાદ નાગો અને તેનો પુત્ર નંદો બાઇકમાં ઘરે જતા હતા ત્યારે ફરેર ગામના બસસ્ટેશન પાસે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા. કલુના પિતા કાંધા વિંજા વાઢીયાએ બાઇક અટકાવીને ગાળો દઇ ‘મારા છોકરાને દાંડીયારાસમાંથી કેમ ભગાડયો’ કહી કુહાડીવડે નાગાના પુત્ર નંદાના માથામાં મારી દીધી હતી આથી કુતરાને બચાવવા નાગો વચ્ચે પડયો ત્યારે વિપુલ કાંધા વાઢીયાએ પાઇપવડે, કલુ કાંધા વાઢીયાએ ધારીયાવડે અને કાંધાના જમાઇ પાદરડી ગામના ઓહા એ લાકડીવડે માર મારી બન્ને પિતા-પુત્રોને ઇજા પહોંચાડી હતી.

Comments

comments