ફસાયેલા કરજના હવે ઝડપથી નિપટારા થવાનો માર્ગ ખોલાશે

April 22, 2019 at 10:47 am


સરકાર હવે દેવાળિયા સંહિતા (આઈબીસી કોડમાં મોટાપાયે ફેર કરવાની યોજના) બનવા રહી છે જે મુજબ આઈબીસીમાં હવે મધ્યસ્થતા જેવી કેટલીક જોગવાઈઓ સામેલ કરવામાં આવે તેવી શકયતા છે. સમાધાનના કેસોમાં ખર્ચ, ઉઘરાણી અને સમય બન્નેમાં ઘટાડો થઈ શકેતે રીતે નવી જોગવાઈ થઈ શકે છે. આઈબીસીની સંપૂર્ણ સમીક્ષાથી સરકારને સમાધાન માટે પહેલાંથી જ તૈયાર પેકેજ વ્યક્તિગત દેવાળિયા યોજના અને સમાધાનના કેસમાં કૃત્રિમ બુધ્ધિમતા જેવી સીસ્ટમોને લાગુ કરવામાં સરળતા થઈ શકે છે.

રાષ્ટ્રીય કંપ્નીનો ઓથોરિટીમાં મોકલાનારા કેસના સમાધાન 180 દિવસમાં કરવાના હોય છે અને તેમાં 90 દિવસ વધુ વધારી દેવામાં આવ્યા છે પરંતુ બધા જ કેસમાં નકકી સમય-સીમાનું સખ્તાઈથી પાલન થઈ શકતું નથી કારણ કે તેમાં કાયદાકિય ગૂંચવળોને ધ્યાનમાં રાખવામાં આવી નથી.
દા.ત. એસ્સાર સ્ટીલનું સમાધાન એનસીએલટીમાં ગયા બાદ 600 દિવસ પસાર થયા બાદ પણ હજુ પેન્ડિંગ છે. સામાન્ય રીતે એનસીએલટીમાં કેસોના સ્વીકાર કરવા અથવા તેને રિજેકટ કરવામાં એક મહિનાનો સમય લાગી જાય છે પરંતુ હવે આ સમસ્યાથી નિપટવા માટે સરકાર આઈબીસીમાં મોટાપાયે ફેરફાર કરવા જઈ રહી છે.

એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને એવી માહિતી આપી છે કે, સંબંધિત પક્ષો વચ્ચે વિવાદની સ્થિતિમાં સમાધાન પ્રક્રિયા માટે હવે મધ્યસ્થતાની જોગવાઈ થઈ શકે છે અને સમાધાનની સંભાવનાઓ ચકાસવામાં આવશે. અમેરિકામાં દેવાળિયા અંગેના કેસોમાં સમાધાનની પ્રક્રિયા છે અને જોગવાઈ છે અને તે ખુબ જ અસરકારક રહી છે. અત્યારે કરજમાં ફસાયેલી કંપ્નીઓ એનસીએલટીમાં જાય છે અને કરજ ચૂકવણાના નિપટારાના રસ્તા શોધવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફસાયેલા કરજના સમાધાન માટે આઈબીસી 2016માં લાગુ કરવામાં આવ્યો હતો. હવે આ મધ્યસ્થતાની જોગવાઈ આવી ગયા બાદ કરજના નિપટારાના મોટાભાગના કેસોમાં સમાધાન થઈ શકશે અને તેના રસ્તા ખુલ્લી જશે અને મોટાપાયે ફસાયેલી કરજની રકમો છૂટી થશે તેવી આશા છે. હવે ચૂંટણી બાદ કદાચ આ પ્રકારના સુધારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેવી શકયતા છે.

Comments

comments

VOTING POLL