ફારૂક અબ્દુલ્લાહ સાથે મળી ફરી સરકાર રચવા ભાજપના પ્રયાસ

August 25, 2018 at 11:06 am


જમ્મુ-કાશ્મીરમાં ફરી રાજકીય નવાજૂનીના અણસાર મળી રહ્યા છે. હવે ફરિવાર ભાજપ ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને કાશ્મીરમાં સરકાર બનાવવાની વેતરણમાં છે. સત્યપાલ મલિક નવા ગવર્નર બન્યા છે અને એમણે કામગીરી શરૂ કરી છે અને અચાનક જ રાજકીય હવા બદલાઈ રહી છે. અત્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા નિલંબીત અવસ્થામાં છે અને તેને પરી પૂર્વવત કરવા માટે નેશનલ કોન્ફરન્સ અને ભાજપ ફરી હાથ મીલાવશે તેવી જોરદાર ચર્ચા શરૂ થઈ છે.
ફારૂક સામે ભાજપને કયારેક મોટો વાંધો પડી જાય છે અને કયારેક તે સારા બની જાય છે. હવે કાશ્મીરમાં સરકાર બનાવવાની વાત છે ત્યારે ભાજપ ફારૂકને સારા માણસ ગણે છે. ફારૂક અબ્દુલ્લાહ ઘણા સમયથી નવરો થઈ ગયો હતો અને નિષ્ક્રિય હતો પરંતુ હવે દિલ્હીથી રાજભવન સુધીના તેના આંટાફેરા વધી ગયા છે. ભાજપની એક જૂની લોબી સાથે એમના સંબંધો સારા રહ્યા છે ત્યારે હવે સુકાઈ ગયેલા આ વૃક્ષને ફરી લીલું કરવાના પ્રયાસ શરૂ થયા છે. બુધવારે ફારૂક અબ્દુલ્લાહે શ્રીનગરના એરપોર્ટ પર જઈને નવા ગવર્નર મલિકની સ્વાગતવિધિમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મલિક સાથે તેઆે રાજભવન સુધી ગયા હતા અને એમની સાથે બેઠકોનો દોર ચાલી રહ્યાે છે. ફારૂક અબ્દુલ્લાહ અને તેનો ગગો ઉમર બન્ને સત્તા વગર ઘણા સમયથી બેચેન અને બેરોજગાર જેવા બની ગયા છે. જો કે, થોડા સમય પહેલા તો નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાહે કહ્યું હતું કે, હાલની સ્થિતિમાં અમે કોઈની સાથે સરકાર બનાવવા માગતા જ નથી.

Comments

comments

VOTING POLL