ફાસ્ટફડ વધુ પ્રમાણમાં ઝાપટવાથી બગડી શકે છે હોર્મેાનનું સંતુલન

March 31, 2018 at 11:09 am


શું તમે ફાસ્ટફડ ખાવાના બહુ જ શોખીન છો ? જો આવું હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. એક અભ્યાસમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે ફાસ્ટફડનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી કિશોરોના શરીરમાં નુકસાનકારક રાસાયણિક પદાર્થ પહોંચી શકે છે જેનાથી હોર્મેાન સંતુલન બગડવાનો ખતરો વધી શકે છે.
શોધકર્તાઓ અનુસાર ફાસ્ટફડ પેકેજિંગ અને પ્રસંસ્કરણ સામગ્રીમાં રસાયણોના સમૂહ ફાથલેટનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી માણસમાં હોર્મેાન્સની ગરબડ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓ માટે ઓળખવામાં આવે છે. અમેરિકાની યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીની શોધકર્તા જુલિયા વાર્શવસ્કીએ કહ્યું કે ગર્ભવતી મહિલાઓ, બાળકો અને કિશોરો પર હોર્મેાન્સની ગરબડ કરનારા રાસાયણિક પદાર્થેાની ખતરનાક અસર પડવાની આશંકા વધુ રહે છે એટલા માટે આવા ખાધ પદાર્થેાને સીમિત પ્રમાણમાં લેવા જોઈએ. ઘરના તૈયાર ભોજનમાં ફાથલેટનું ઉચ્ચ સ્તર હોવાની સંભાવના ઓછી રહે છે. અભ્યાસકર્તાના નિષ્કર્ષ અનુસાર રેસ્ટોરસ્ટ, ફાસ્ટ ફડ અથવા કેફેટેરિયામાં વધુ ભોજન કરનારા લોકોમાં ફાથલેટનું સ્તર ૩૫ ટકાથી વધુ જોવામાં આવ્યું છે

Comments

comments

VOTING POLL