ફિકસ વેતનના કર્મચારીઓને ખાતાકિય તપાસ વગર નોકરીમાંથી બરતરફ નહીં કરી શકાય

May 18, 2019 at 5:08 pm


ફિકસ વેતનના કર્મચારીઓ માટે આજે હાઈકોર્ટે મહત્વ પૂર્ણ ચુકાદો જાહેર કર્યેા છે. હાઈકોર્ટે આપેલાં ચુકાદામાં જણાવાયું છે કે, સરકાર દ્રારા જે કરાર આધારિત ફિકસ વેતનમાં ફરજ બજાવતા કર્મચારીઓને મિસ કંડકટના આરોપ પર કોઈપણ ખાતાકીય તપાસ વગર સિધ્ધા જ બરતફ નહીં કરી શકાય બલ્કે કાયમી કર્મચારીઓની જેમ તમામ ખાતાકીય તપાસ પૂર્ણ કરવામાં આવ્યા બાદ બરતરફ કરવાનો નિર્ણય લઈ શકાશે.

વધુમાં હાઈકોર્ટના આદેશ મુજબ રેગ્યુલર એપોઈન્ટમેન્ટવાળા વ્યકિતઓ જેટલું જ તેમને પણ કાયદાનું રક્ષણ મળશે આથી માત્ર એફઆઈઆરના આધાર પર કોઈપણ કર્મચારી વ્યકિતને નોકરીમાંથી દૂર કરી શકાશે નહીં.જો કે, આ નિર્ણયથી રાય સરકારને મોટો ઝટકો કહી શકાય છે અને ફિકસ વેતનના હજારો કર્મચારીઓને મોટો ફાયદો થયો હોવાનું મનાઈ છે

Comments

comments

VOTING POLL