ફિલ્મી સિતારાઓ અને રમતવીરો સંસદમાં જઈને શું ઉકાળી આપે છે?: રાજકીય પક્ષોના આત્મવિશ્ર્વાસનું પતન

April 29, 2019 at 5:08 pm


લોકસભાની ચૂંટણીનો રગં બરાબર જામ્યો છે. પરંપરાગત હરિફો ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં જેટલી નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ થયો છે તે ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં એક શરમકથાના રૂપમાં કાળા પૃોમાં ધરબાયેલું રહેશે. આ લોકોને લોકોની સેવા કરવા માટેનો આટલો ધખારો શા માટે છે? તે વાત ખુદ લોકોએ જ હવે સમજી લેવાની જરૂર છે. લોકોની સેવા કરવા માટે આટલી બધી અધિરાઈ અને સંસ્કારોની આવી ગટરછાપ કવોલિટી બતાવવા પાછળ એમનો હેતુ શું છે? લોકોને શું આવા બદતમીઝ અને નિમ્ન કક્ષાના રાજકારણીઓની સેવા જોઈએ છે? તેવો પ્રશ્ન પણ થાય છે. વાસ્તવમાં આ લોકોને લોકોની સેવા કરવા માટેની કોઈ ઈચ્છા નથી હોતી બલ્કે માલ બનાવવાની, વિદેશમાં ફરવાની, સાંસદ કે મંત્રી તરીકેનો દમામ લોકોને બતાવવાની એક ચળ ઉપડે છે અને આ ચળમાં આ લોકો શાન, ભાન, મર્યાદા, સંસ્કારો, વિવેક બધી જ સારી વાતો ભુલીને સડકછાપ ભાષાનો પ્રયોગ કરતા થઈ ગયા છે.

બીજી ધ્યાન ખેંચનારી બાબત એ પણ છે કે આપણા દેશમાં હંમેશા લોકો ઉમેદવારનું થોબડું જોઈને કે થોબડાને ઓળખ્યા વગર વોટ નાખીને ચાલ્યા આવે છે. એટલા માટે જ રાજકીય પાર્ટીઓ ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જયાં એમને પોતાના પાછલા ઉમેદવારને બદલવો પડે એમ હોય છે ત્યાં એવો કેન્ડીડેટ ઉભો રાખવા ધમપછાડા કરે છે જેનું નામ લોકોમાં પરિચિત હોય પછી ભલે તેને રાજકારણના ર સાથે સંબધં ન હોય ! એની લોકોને ખેવના હોતી નથી.
લોકસભાની ચૂંટણીમાં બિન રાજકીય સેલીબ્રીટીઝને સીધા જ ચૂંટણીના મેદાનમાં ઉતારી દેવાનો હવે ભારતીય રાજનીતિમાં એક ટ્રેન્ડ બની ગયો છે. શરૂઆતમાં આ ટ્રેન્ડ થોડો નબળો પડેલો લાગ્યો હતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ૨૦૧૯ની ચૂંટણીમાં આ મુદા સાથે જોડાયેલા તમામ રેકર્ડ તૂટી રહ્યા છે. અડધી ચૂંટણી પસાર થઈ ગયા બાદ પણ રમત જગત અને ફિલ્મઉધોગના સિતારાઓને ટિકિટ આપવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે.

એવું લાગે છે કે જાણે રાજકીય પક્ષોને ખુદ પોતાનામાં અથવા તો પોતાના અગ્રણીઓ અને કાર્યકરોમાં જરાપણ વિશ્ર્વાસ રહ્યો નથી. પોતાની પાસે કોઈ યોગ્ય, સમર્પિત અને અભ્યાસુ નેતાઓ કે કાર્યકર્તાઓ નથી તેવું પરોક્ષ રીતે આ લોકો જાહેર કરી રહ્યા છે. આ એમની સૌથી મોટી નૈતિક હાર પણ છે અને એમના આત્મવિશ્ર્વાસનું અધ:પતન પણ બતાવે છે. એક વાત તો ખુબ જાણીતી છે કે આપણા દેશની જનતા નાયક અને નાયિકાઓના મોહમાંથી કયારેય પોતાના આત્માને છોડાવી શકી નથી, એમના દિલ અને દિમાગ પર નાયક અને નાયિકાઓનો પ્રભાવ ૨૪ કલાક જોવા મળે છે અને નેતાઓ જનતાની આ નબળાઈને બરાબર જાણે છે. હજુ આપણી જનતા એટલી પરિપકવ થઈ નથી કે અજાણ્યા ચહેરાઓને માત્ર એમના ગુણો અથવા કામકાજના આધાર પર ચૂંટી શકે. અમેરિકામાં તો ચૂંટણી પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે એકદમ અજાણ્યો ઉમેદવાર પણ વોટ પડવા સુધી પોતાની એક અલગ પહેચાન બનાવી લેતો હોય છે.
આ વખતે પણ ફિલ્મી સિતારા અને રમતજગતના લોકો ઘણાબધા રાજકીય પક્ષોએ મેદાનમાં ઉતારવા પડયા છે. જો તમે સારૂ કામ કર્યુ હોય તો તમારે આવા ગતકડા કરવાની શું જરૂર છે? તેવો પ્રશ્ન ઘણા અભ્યાસુ લોકો કરે છે પરંતુ એમને જવાબ મળતો નથી. વિપક્ષના કેમ્પમાં પણ આવા ઉમેદવારો જોવા મળે છે અને તે વિપક્ષની પણ નબળાઈ છતી કરે છે. કોંગ્રેસની ટિકિટ પર ઓલિમ્પિક પદક વિજેતા બોકસર વિજેન્દર સિંહ દક્ષિણ દિલ્હીથી અને બોલિવુડ એકટ્રેસ ઉર્મિલા માતોંડકર ઉતર મુંબઈથી પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.

પ્રાદેશિક પાર્ટીઓની વાત કરીએ તો ટીએમસીએ હિરોઈન અને મોડેલ નુસરત જહાં અને નીની ચક્રવર્તીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. દમદાર એકટર અને લોકપ્રિય વિલન પ્રકાશરાજ કર્ણાટકની બેંગ્લોર સેન્ટ્રલ લોકસભા સીટથી અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં છે. રાજકારણમાં હવે એવા સિતારા જ આવી રહ્યા છે જે ખુદ પોતાના ક્ષેત્રના સુર્યાસ્તકાળમાં છે. સનીદેઓલથી લઈને ઉર્મિલા માતોંડકર, ગૌતમ ગંભીર અને વિજેન્દર સુધીના ચહેરાઓની હાલત એવી જ છે. રાજનીતિ હવે એમની કેરિયરની એક બીજી ઈનિંગ જેવી બની ગઈ છે. કારણકે અહીં એમને એન્ટ્રી ખુબ જ આસાનીથી મળી જતી હોય છે.
હવે કડવી સચ્ચાઈની વાત કરીએ તો અત્યાર સુધી જેટલા ફિલ્મી સિતારા સંસદમાં પહોંચ્યા છે એમણે કાંઈ ઉકાળી દીધું નથી અને એમનું પ્રદર્શન અત્યતં નિરાશાજનક રહ્યું છે. કેટલાકે તો પોતાના મતક્ષેત્રમાં જીત બાદ આંટો જ માર્યેા નથી. પરેશ રાવલ નામના બોલિવુડના કલાકારની પણ આવી જ દશા છે અને તેની સામે ખુદ તેના મતક્ષેત્રના લોકો જ ગુસ્સે ભરાયા હતાં. એટલા માટે જ સિતારાઓ રાજકારણમાં આવે છે ત્યારે તેમના પાસે ખાસ કોઈ આશા રહેતી નથી અને ચૂંટણીમાં ફકત ગ્લેમરનો તડકો લાગે છે બાકી વાતમાં કઈં માલ નથી.
રાજકારણીઓએ આપણી ચૂંટણીઓને ખરેખર એક મજાક બનાવી દીધી છે. લોકોને ઉલ્લુ બનાવવા માટેના બધા જ પ્રયોગોમાં આ લોકો હવે માસ્ટર થઈ ગયા છે. મુળ મુદાઓથી અને મુળ સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ લોકો હવે રમતજગત અને ફિલ્મી સિતારાઓનો મહતમ ઉપયોગ કરી રહ્યા છે

Comments

comments

VOTING POLL