ફિલ્મ ‘ભારત’નું નવું સોન્ગ ‘ચાશણી..’નું ટિઝર રિલીઝ, કેટરિના સલમાનનો રોમેન્ટિક લુક આવ્યો સામે

April 30, 2019 at 8:34 pm


બોલીવુડના પ્રેમ નામથી ફેમસ એવા સલમાન ખાન અને બ્યુટીફૂલ કેટરિના કૈફની ફિલ્મ ભારતના પ્રથમ સોંગનું ટિઝર રીલિઝ થયું છે. માત્ર 20 સેકન્ડના રીલિઝ કરવામાં આવેલ આ ટિઝરમાં સલમાન અને કૈટરિનાનો રોમેન્ટિક લુક જોવા મળી રહ્યો છે. આ સોંગનું ટિઝર રીલિઝ થતા જ તેને યુટયુબ પર ટી સીરિઝ દ્વારા મુકવામાં આવેલ છે, જે સોંગ સૌ કોઈને પસંદ પડે તેવું છે. આ સુપરહિટ સોંગને વિશાલ-શેખરે મ્યુઝિક આપ્યું છે, જયારે અભિજીત શ્રીવાસ્તવે પોતાનો સુમધુર અવાજ આપ્યો છે,

 

આમ, જોઈએ તો સોંગ કયારે રીલિઝ કરવામાં આવશે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી, વળી, ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ઇદનાં રોજ 5 જૂન 2019નાં રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે તબુ, જેકી શ્રોફ, સુનિલ ગ્રોવર, દિશા પટણી, આસિફ શેખ, સોનાલી કુલકર્ણી અને નોરા ફતેહી પણ છે. ત્યારે આ ફિલ્મ રીલિઝ થતા જ સિનેમાઘરોમાં કેવી ધમાલ મચાવશે તે તો આવનાર સમય જ કહેશે.

 

 

Comments

comments

VOTING POLL