ફીક્સ વેતનના 45 જેટલા કર્મીએ એસ.ટીની નોકરીને કર્યા રામ રામ

November 8, 2019 at 2:33 pm


રાજય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બેરોજગારોને ફીક્સ વેતનથી નોકરીએ રાખવામા આવે છે. પરંતુ આજની માેંઘવારીમાં બે છેડા ભેગા કરવા ખુબ મુશ્કેલ છે. આથી બેરોજગારો જે તે સમયે ફીક્સ વેતન મુજબ નોકરી તો મેળવે છે પરંતુ બાદમાં અન્યત્ર વિકલ્પ મળતાં ફીક્સ વેતનની નોકરી છોડી રહ્યાં છે. જેમાં ભાવનગર એસ.ટી. ડીવીઝનમાં છ મહીનામાં ફીક્સ વેતનના 4પ કર્મચારીઆેએ નોકરી છોડી જતા રહ્યાં હોવાનું જાણવા મળ્યુ છે.
એસ.ટી. દ્વારા તબક્કાવાર થયેલી ભરતી પ્રqક્રયાના અંતે બેરોજગાર યુવાનોને ડ્રાઇવર – કંડકટર સહિતની જગ્યાઆે પર ભરતી કરી ફીક્સ પગારના કર્મચારી તરીકે નિમણૂંકો આપવામાં આવી હતી. એસ.ટી.ની કેન્દ્રીય કચેરી ખાતે ભરતી પ્રqક્રયા કરી બાદમાં આવા કર્મચારીઆેને જે તે ડીવીઝનમાં નિમણૂંકો અપાઇ છે. જેમાં ભાવનગરમાં નિમણૂંક અપાયેલ ફીક્સ વેતનના કર્મચારીઆે પૈકી છ મહીનામાં 45 કર્મચારીઆેએ નોકરીને રામ રામ કરી અન્યત્ર નસીબ અજમાવ્યુ છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. બાદમાં પણ ફીક્સ વેતનની જ નોકરી મળતાં અન્યાય થયાની લાગણી સાથે મને કમને નોકરી પર હાજર થતા હોય છે પરંતુ અસંતોષના કારણે સરકારના અન્ય વિભાગમાં સારા પગારની નોકરીની તલાશમાં હંમેશા રહેતા હોય છે અને અન્યત્ર જગ્યાએ તક મળતા ફીક્સ વેતનની નોકરી છોડી દેતા હોય છે. ભાવનગર એસ.ટી. ડીવીઝનમાં પણ આવા જ 45 કર્મચારીઆેએ છેલ્લા છ મહીનામાં તબક્કાવાર નોકરી છોડી અન્યત્ર નસીબ અજમાવ્યું છે.
ફીક્સ પગારવાળા કર્મચારીઆેને નિમણૂંકો અપાઇ તે પૈકી કેટલાક તો ફરજ પર હાજર જ થયા ન હતા. જયારે અન્ય કેટલાક હાજર થયા બાદ સતત રજા પર રહેતા હતા. આમ, તેઆેની ગેરહાજરી જ અરજદારોને નોકરીમાં રસ નહી હોવાનું સૂચવે છે. આવા કર્મચારીઆેને એસ.ટી. તંત્ર દ્વારા પ્રથમ નોટીસ અને બાદમાં લેબર કોર્ટની મંજુરી મળ્યા બાદ ડીસમીસ કરવા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

Comments

comments