ફી કમિટીમાં વાલીઓને સ્થાન: વધારાની ફી પાછી અપાશે

February 1, 2018 at 4:17 pm


ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને ખાનગી શાળા સંચાલકો દ્વારા વસૂલાતી આડેધડ ફી પર નિયંત્રણ લાદવામાં આવ્યો છે અને ફીના ધોરણે નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં પછડાટ ખાધા બાદ ખાનગી શાળાના સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં રીટ કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણી પૂરી કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે ફી રેગ્યુલેટરી કમિટીમાં વાલીઓને પણ સ્થાન મળવું જોઈએ. હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવશે અને હાઈકોર્ટના વધારાના એક નિવૃત્ત જજને પણ સ્થાન આપવાનું રહેશે. ફી નિધર્રિણનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં નહીં આવે પરંતુ સુપ્રીમ કોર્ટ આ સમગ્ર કેસ પૂરો થયા બાદ નક્કી કરશે.
ગુજરાત સરકારે દ્વારા ફીના ધોરણો નક્કી કર્યા ત્યારે આ મુદ્દો કાનૂની વિવાદમાં શાળા સંચાલકો ઢસડી ગયા હતા અને વચગાળાના સમયગાળામાં પ્રોવિઝનલ ફી પેટે વસૂલાત કરી હતી. સરકારે નક્કી કરેલી ફીથી વધુ રકમ પ્રોવિઝનલ ફી પેટે વસૂલ કરી હોય તેવી શાળાના સંચાલકોને વધારાની ફી પરત કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી બેફામ ફીને કાબુમાં રાખવા ફી નિયમન વિધેયક પસાર કર્યો હતો. જેમાં ખાનગી પ્રાથમિક સ્કૂલોની ફી રૂ. 15 હજાર, માધ્યમિક સ્કૂલોની ફી રૂ. 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની ફી રૂ. 27 હજાર નક્કી કરાઈ હતી. આ ફી કરતા કોઈ સ્કૂલે વધારે ફી લેવી હોય તો તેમણે ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે અને તેના આધારે ફી કમિટી દ્વારા સ્કૂલની ફી નક્કી કરશે તેમ જણાવાયું હતું. દરમિયાન ફી નિયમન વિધેયકને લઈને ખાનગી સ્કૂલો હાઈકોર્ટમાં ગઈ હતી. જોકે હાઈકોર્ટે ફી નિયમન પર મંજુરીની મહોર મારતા ખાનગી સ્કૂલો સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. .

Comments

comments

VOTING POLL