ફુલસરમાં પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

May 2, 2018 at 2:02 pm


મૃતક પરણિતાનો પતિ આર્મીમાં ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક વિગતોમાં ખુલ્યું
શહેરના ચિત્રા-ફºલસર વિસ્તારમાં રહેતી પરણિતાએ આજે સવારે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. ઘટનાના પગલે ડી.ડીવીઝન પોલીસે દોડી જઇ મૃતક પરણિતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ શહેરના ચિત્રા-ફºલસર વિસ્તારમાં રામાપીરના ચોક નજીક રહેતી કિરણબેન નરેશભાઇ બારૈયા (ઉ.વ.24)નીએ આજે સવારે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર સ્લેબના હુક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. ઘટનાની જાણ થતા ડી.ડીવીઝન પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક પરણિતા કિરણબેન નરેશભાઇ બારૈયાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અથ£ હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નાેંધી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક કિરણબેનના પતિ નરેશભાઇ બારૈયા આર્મીમાં ફરજ બજાવતા હોવાનું તેમજ તેણીના લગ્ન પાંચ વર્ષ પુર્વે થયા હતા અને સંતાનમાં એક પુત્ર હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments