ફૂડ લેબલ અંગે નવા નિયમો આવશેઃ ડ્રાફટ તૈયાર

June 27, 2019 at 10:33 am


ખાદ્ય ચીજવસ્તુઆે પર લેબલિંગના નિયમન અંગે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ આેથોરિટી આેફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ તૈયાર કરેલા તાજા ડ્રાફટ મુજબ ફૂડ કંપનીઆેએ વધારે માત્રામાં ફેટ, શુગર અને સોલ્ટ હોય તેવી પ્રાેડકટ્સના પેકેટના સામેના ભાગે લાલ રંગનું કોડિ»ગ દશાર્વવું પડશે.
આવી કંપનીઆેમાં ચીફ, સુપર, બિસ્કિટ, જ્યુસ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઆે બનાવતી કંપનીઆેનો સમાવેશ થાય છે. જો કે, ફૂડ ઉદ્યાેગે નવા નિયમો અંગે ચિંતા વ્યકત કરી છે. પેકેજડ સોલ્ટ, શુગર અને ફેટની માત્રાનો આધાર ગ્રાહકની સ્વાદની જરૂરિયાત પર રહેલો છે અને તેમાં મેન્યુફેકચરર્સની પસંદગી હોતી નથી. આ નિયમોને અમલમાં મુકવા પ્રેિક્ટકલ રીતે શકય નથી. એમ એમ આેલ ઈન્ડિયા ફૂડ પ્રાેસેસર્સ એસોસિયેશન (એઆઈએફપીએ)ના પ્રેસિડન્ટ સુબોધ જિન્દાલે કહ્યું હતું. આ સંગઠનના સભ્યોમાં બિકાનેરવાલા, ટોપ્સ, હિલ્દરામ જેવી ફૂડ કંપનીઆેનો સમાવેશ થાય છે. ધ અને ફ્રzટ જ્યુસ જેવી સામાન્ય ફૂડ આઈટમ પણ લાલ રંગની કેટેગરીમાં આવી જશે કારણ કે, જે લેવલનું સૂચન કરવામાં આવ્યું છે તેના કરતાં તો દૂધમાં ફેટનું પ્રમાર અને ફ્રzટ જ્યુસમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. આવા નિયમો લાગુ કરવા કરતાં એફએસએસએઆઈએ સમતોલ ડાયેટ અંગે ગ્રાહકોમાં જાગરૂકતા લાવવા પર ધ્યાન કેિન્દ્રત કરવું જોઈએ અને વિવિધ પ્રકારની જીવનશૈલીના આધારે કેવો ખોરાક ખાવો તે અંગે લોકોને જાગરૂક કરવા જોઈએ.

મોટાભાગની ફૂડ કંપનીઆે ગ્રાહકોને વિવિધ વિકલ્પો આપે જ છે અને ગ્રાહકોએ નકકી કરવું જોઈએ કે તેમના આરોગ્ય માટે કેવું ફૂડ યોગ્ય છે એમ જિંદાલે ઉમેર્યું હતું.
એફએસએસએઆઈના ડ્રાફટ મુજબ ફૂડ કંપનીઆેએ તેમના ખાદ્ય પદાર્થોના પેકેટ પર કેલરી, સેચ્યુરેટેડ ફેડ, ટ્રાન્સફેડ, એડેડ શુગર અને સોડિયમ વગેરે જેવી ન્યુટ્રિશનલ માહિતી જાહેર કરવી પડશે. આ ડ્રાફટ અંગે હિતધારકો પાસેથી સૂચનો અને પ્રતિક્રિયા મગાવવા માટે તેને ચાલુ સપ્તાહે જાહેર કરવામાં આવશે. આ નિયમો ત્રણ વર્ષના સમયગાળામાં તબકકાવાર રીતે અમલી કરવાની દરખાસ્ત છે.
નવા લેબલિંગ નિયમો પાછળનો હેતુ નાગરિકોને ફૂડ પ્રાેડકટ્સમાં શું છે તે અંગે વધારે માહિતી આપવાનો છે જેથી તેઆે પુરતી માહિતી જાÎયા બાદ યોગ્ય નિર્ણય લઈ શકે. આ નિયમો અત્યારે ડ્રાફટ સ્વરૂપમાં છે અને તેને કેવી પ્રતિક્રિયા મળે છે તેના આધારે નિયમોમાં ફેરફાર કરવા માટે અમે તૈયાર છીએ એમ એફએસએસએઆઈના સીઈઆે પવન કુમાર અગરવાલે જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL