ફેસબુક ડેટા લીકની સીબીઆઈ તપાસ થશે

July 27, 2018 at 10:52 am


કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના આંકડાનો દુરુપયોગ કરવાની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા આંકડાના દુરુપયોગ થવાની આશંકા છે એટલા માટે સરકાર ઈચ્છે છે કે આ મામલાની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે.
પ્રસાદે રાજ્યસભામાં સોશ્યલ મીડિયાના દુરુપયોગ અને ફેક ન્યુઝથી સમાજમાં ફેલાઈ રહેલી હિંસા અને તણાવ પર લાવવામાં આવેલા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકાના મામલામાં સીબીઆઈ તપાસ કરાવવામાં આવશે અને જોવામાં આવશે કે તેમાં માહિતી અધિનિયમ 2000 અને ભારતીય દંડ સંહિતાનું કઈ જગ્યાએ ઉલ્લંઘન થયું છે. પ્રસાદે કહ્યું કે સરકાર સોશ્યલ મીડિયા પર બોગસ સમાચાર, અફવા સંબંધિત અહેવાલોને ધ્યાનમાં રાખી ફરિયાદ અધિકારી નિયુક્ત કરવા પર વિચાર કરી રહી છે.

Comments

comments

VOTING POLL