ફોનથી રહો દુર અને આયુમાં કરો વધારો

May 8, 2019 at 12:39 pm


મોબાઈલના રસિયાઓ માટે એક ફાયદાકારક સમાચાર છે. જો મોબાઈલનો ઓછો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ પોતાની ઉમરમાં વધારો કરી શકે છે. જે લોકોને મોબાઈલની આદતથી છુટકારો મેળવવો હોય તેના માટે આ અહેવાલ ખુબ જ ફાયદાકારક નીવડશે. વૈજ્ઞાનિકો કહે છે કે સ્માર્ટ ફોન અમારા શરીરની અંદર સ્ટ્રેસને વધારે છે. સાથે સાથે સ્ટ્રેસને વધારે તે હાર્મોન કોર્ટિસોલને વધારે છે. કોર્ટિસોલ અમારા આરોગ્યને નુકસાન કરે છે. સાથે સાથે જીવનને ઘટાડે છે. આધુનિક સમયમાં ફોન એડિક્શન વધારે છે. જેના લીધે જો મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડી દેવામાં આવે તો લોકોની ઉમરમાં પણ વધારો થઇ શકે છે.

મોબાઈલ ફોનના લીધે લોકોમાં તનાવ ઉપરાંત બ્લડ પ્રેશર, હાર્ટ રેટ અથવા તો બ્લડ શુગર પણ આવે છે. મોબાઈલના વધતા જતા ઉપયોગથી લોકોને ઘણી વાર કેન્સર જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. સગર્ભા સ્ત્રી દ્વારા જો વધુ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો બાળકના બ્રેઇન સેલને પણ નુકશાન થાય છે.

Comments

comments