ફોબ્ર્સ ઇન્ડિયાની યાદીમાં સલમાન ખાન સૌથી ધનિક સેલિબ્રિટીઃ બીજા નંબર પર કોહલી

December 5, 2018 at 10:50 am


દર વર્ષે ફોબ્ર્સ ઇન્ડિયા દ્વારા ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે જોડાયેલી ટોચની હસ્તીઆે પર સર્વે કરવામાં આવે છે, જેમાંથી સૌથી વધુ કમાણી કરતી 100 સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. વાર્ષિક 253.25 કરોડની આવક સાથે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ફોબ્ર્સની યાદીમાં સતત ત્રીજા વર્ષે ટોપ પર, જ્યારે આ વખતે વિરાટ કોહલી શાહરુખને પછાળી બીજા નંબર પર આવી ગયો છે. વિશ્વ વિખ્યાત મેગેઝીન ફોબ્ર્સે ભારતની 2018માં ટોચની 100 સેલેબ્રિટીઝની યાદી જાહેર કરી છે. ફોબ્ર્સે 7માં ઇન્ડિયા સેલિબ્રિટી યાદમાં આ વર્ષે પણ સલમાન ખાન પ્રથમ સ્થાને છે. મેગેઝિને પોતાની વેબસાઇટ પર ભારતના ટોપ 100 સેલિબ્રિટીની યાદી મૂકી છે.
દર વર્ષે ફોબ્ર્સ ઇન્ડિયા દ્વારા ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે જોડાયેલી ટોચની હસ્તીઆે પર સર્વે કરવામાં આવે છે, જેમાંથી સૌથી વધુ કમાણી કરતી 100 સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે, જેવી રીતે ફોબ્ર્સ દ્વારા ટોચના ધનિક લોકોની યાદી બહાર પાડવામાં આવે છે, તેવી જ રીતે ટોચની સેલિબ્રિટીનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે.
વર્ષ 2018ના લિસ્ટમાં 52 વર્ષિય સલમાન ખાન સતત ત્રીજા વર્ષે લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. જેમાં તેની આ વર્ષે રીલિઝ થયેલી ટાઇગર જિન્દા હેં અને રેસ 3ની આવકનો સમાવેશ થાય છે. ફિલ્મો સિવાય સલમાન ખાન ટેલિવિઝન શો અને જાહેરાતોમાંથી પણ કરોડોની કમાણી કરે છે. સલમાન ખાનની વાર્ષિક આવક 253.25 કરોડ છે. જે ટોપ 100 સેલિબ્રિટીની આવક 3,140.25 કરોડના 8 ટકા છે.
તો લિસ્ટમાં આ વખતે ભારતીય qક્રકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની વાર્ષિક આવક 228.09 કરોડ રુપિયા છે. જે ગયા વર્ષ કરતાં 116.53 કરોડ રુપિયાનો વધારો નાેંધાયો છે. જ્યારે ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે, જેમની વાર્ષિક આવક 185 કરોડ રુપિયા છે. તો ગયા વર્ષે 170 કરોડની આવક સાથે બીજા સ્થાને રહેલા શાહરુખ ખાન આ વર્ષે ટોપ 10માંથી જ બહાર થઇ ગયા, આ વર્ષ શાહરુખ ખાન માટે નબળું રહ્યું છે, શાહરુખ ખાનની આવકમાં 33 ટકા ઘટાડો નાેંધાયો છે, આ વર્ષે એસઆરકે લિસ્ટમાં 17માં સ્થાને છે.
હાલમાં જ લગ્નને લઇને ચર્ચામાં રહેલી દીપિકા પાદુકોણે અને પુરુષ સેલિબ્રિટીને પછાડી ટોપ ટેનમાં સ્થાન બનાવ્યું છે. દીપિકા આ વર્ષના લિસ્ટમાં ચોથા સ્થાને છે. સાથે જ પહેલી મહિલા બની ગઇ છે જેણે ટોપ પાંચમાં જગ્યા બનાવી હોય. દીપિકાએ આ વર્ષે 112.80 કરોડ રુપિયાની આવક કરી છે. જેમાં તેની છેલ્લે રીલિઝ થયેલી પÚાવત ફિલ્મ અને જાહેરાતને કારણે કમાણી વધી છે.

Comments

comments

VOTING POLL