ફ્રાન્સ વિરુદ્ધ બેલ્જિયમ: બે યુરોપિયન રાષ્ટ્ર વચ્ચે આજે સેમી-ફાઈનલ મેચમાં ગોલનો જલસો જોવા મળશે

July 10, 2018 at 10:39 am


ફ્રાન્સ અને બેલ્જિયમના શક્તિશાળી આક્રમણને ધ્યાનમાં રાખતા ફિફા વર્લ્ડ કપ-2018માં આ બંને યુરોપિયન રાષ્ટ્રની ટીમો વચ્ચે અહીં આજે રમાનારી સેમી-ફાઈનલ મેચમાં ઉપરાઉપરી ગોલનો જલસો જોવા મળવાનો સંભવ છે.
બંને વચ્ચે વર્લ્ડ કપમાં થયેલા છેલ્લા મુકાબલામાં 1986માં ફ્રાન્સે 4-2થી વિજય મેળવી સ્પધર્મિાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કયુર્ંહતું. બંને રાષ્ટ્ર વચ્ચે કોઈ મુખ્ય સ્પધર્મિાં તે છેલ્લી મેચ હતી, પણ ત્યાર પછી આઠ મૈત્રીભરી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે કે જેમાંથી બેલ્જિયમની ટીમે બે જીતી હતી અને તેમાં ત્રણ વર્ષ અગાઉ સ્ટેટ ડી ફ્રાન્સ ખાતે રમાયેલી છેલ્લી પ્રદર્શનીય મેચનો પણ સમાવેશ હતો. તે મેચમાં બેલ્જિયમે મેચના બીજા અડધા તબક્કાની પાંચ મિનિટમાં ત્રણ ગોલથી સરસાઈ લીધી હતી અને તે જાળવી રાખતા 4-3થી વિજય મેળવ્યો હતો.
પોતાના 19 વર્ષીય ફોરવર્ડ ખેલાડી કીલિયન મારેની આગેવાનીમાં ફ્રાન્સે 2006 પછી પહેલી વાર સેમી-ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અમે કોઈ ટીમથી ડરતા નથી, એમ ફુલબેક ખેલાડી બેન્જામિન પેવાર્ડે કહ્યું હતું. કોચ ડિડિયર ડેસચેમ્પ્સે કહ્યું હતું કે તેમના ખેલાડી શરૂઆતથી જ વિશ્ર્વાસપૂર્વક રમી રહ્યા છે.
ડિડિયરના કેપ્ટનપદ હેઠળ ફ્રાન્સે 1998માં વર્લ્ડ કપ અને 2000માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી.
રોબર્ટો માર્ટિનેઝની બેલ્જિયમની ટીમ તેની છેલ્લી 23 મેચમાં અજેય રહી છે અને તેણે કુલ 78 ગોલ નોંધાવ્યા છે. તે 12 મેચમાંથી ફક્ત એક વેળા બેલ્જિયમ એકેય ગોલ કરી શક્યું ન હતું. મદદનીશ કોચ તરીકે ફ્રાન્સના ભૂતપૂર્વ સ્ટ્રાઈકર થિયેરી હેનરી હેઠળ બેલ્જિયમે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની પાંચ મેચમાં સૌથી વધુ 14 ગોલ કયર્િ છે.

Comments

comments

VOTING POLL