ફ્રુટ્સમાં કીવી છે સૌથી હિતાવહ, ડોકટર શા માટે આપે છે કીવી ખાવાની સલાહ, ચાલો જાણીએ……

December 26, 2018 at 9:04 pm


ફળોનો રાજા કેરી કહેવાય છે, કેરી અને નારિયેલની ખેતી આપણા દેશમાં ખૂબજ પ્રસિદ્ધ છે. હિમાચલમાં પણ વિદેશી ફળને વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. ત્યાના બાગ બગીચા હવે કીવી તરફ વળી રહ્યા છે. પહેલા ન્યુઝીલેન્ડ અને ઇટલીના કીવી બહુ પ્રખ્યાત હતા. આજ કાલ બંને દેશની કીવીને ટક્કર મારે એવા કીવી આપણા દેશમાં હિમાચલમાં તૈયાર થાય છે. કીવીના છોડને હવે હિમાચલનું વાતાવરણ ફાવી ગયું છે.

આપણા દેશમાં હિમાચલમાં વધારે પડતા કીવી એ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારમાં, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ, કર્નાટક અને કેરલમાં પણ થાય છે. હિમાચલના ખેડૂત અને બગીચાના માલિકોએ પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર કરવા માટે આ કીવીનું ફળ પસંદ કર્યું છે. સિરમોર, કુલ્લુ, સોલન, મંડી અને શિમલા જીલ્લાના મધ્ય પહાડી વિસ્તારમાં કિવિની ખેતી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. હિમાચલમાં કિવિની હેવર્ડ, એબોર્ટ, એલિસન, મોંટી, ટુમયુરી અને બ્રુનો જેવા અલગ અલગ પ્રકારના કીવી ઉગાડવામાં આવે છે. બજારમાં હેવર્ડ જાતના કીવીની બહુ માંગ હોય છે.મોટા શહેરોમાં આ હિમાચલી કીવીનો ભાવ એ ૧૦૦ રૂપિયાથી લઈને ૩૫૦ રૂપિયે કિલો આપવામાં આવે છે. ખેતરમાં અને બગીચામાં કીવી એ ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ નવેમ્બર સુધી જ તોડવામાં આવે છે.

કીવીની માંગ હંમેશા વધી રહી છે. પાંચ વર્ષથી દેશના મહાનગરોમાં અને મોટા શહેરોમાં કીવીની માંગ વધી રહી છે. કીવીના અનેક ઔષધીય ફાયદા પણ છે. ડેન્ગ્યુ, સ્ક્રબ ટાયફસ, હૃદયની બીમારી વગેરે જેવી તકલીફો માટે ડોક્ટર પણ કીવી ખાવાની સલાહ આપતા હોય છે. કીવીમાં વિટામીન ખુબ સારા પ્રમાણમાં હોય છે. કિવિના સેવન કરવાથી પાચન, ગર્ભાવસ્થામાં મહિલાઓને થતા અનેક રોગોથી લડવા માટેની ઉર્જા મળે છે.

Comments

comments

VOTING POLL