બંગાળમાં બંધારણીય કટોકટી

February 5, 2019 at 2:01 pm


સીબીઆઈને લઈને હવે મમતા અને મોદી વચ્ચે જામી પડી છે. શારદા કૌભાંડને મામલે કોલકતાના પોલીસ કમિશનરને સકંજામાં લેવા પહાેંચેલી સીબીઆઈની ટીમના અધિકારીઆેને જ કોલકતા પોલીસે પકડી લીધા હતા. મમતાએ તો રણચંડીનું રુપ ધારણ કરી ખુદ પોલીસ કમિશનરને બચાવવા. પહાેંચી ગયા અને ધરણા પણ આરંભી દીધા છે. અત્યારે તો પશ્ચિમ બંગાળમાં રીતસરની બંધારણીય કટોકટી સજાર્ઈ છે.

ટણી પહેલાં ભાજપને બરાબર ભીતસરસો કરવા મમતાએ પાંસા ફેંકતા ભાજપ માટે આગામી સામાન્ય ચૂંટણી મુશ્કેલ બનતી જાય છે. પક્ષ પાસે હવે મોદી મેજિકની અસર આેછી થઇ ગઈ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા એક-એક બેઠક ચાવીરુપ બનવાની છે. ઉત્તર પ્રદેશ (80 બેઠક) અને મહારાષ્ટ્ર (48 બેઠક) બાદ 42 બેઠક સાથે પશ્ચિમ બંગાળ સૌથી મહÒવનું રાજય છે. યુપીમાં મયાવતી – અખિલેશના હસ્તધૂનન અને પ્રિયંકા ગાંધીના આગમન બાદ સીનારિયો મુશ્કેલ બની રહ્યાનો વતાર્રો છે. મહારાષ્ટ્રમાં રાબેતા મુજબ બૂમાબૂમ કર્યા બાદ છેંી ઘડીએ કે પરિણામ બાદ શિવસેનાને સાથે લઈ લેવાનો ભાજપનો વિશ્વાસ છે, જયારે 39 બેઠક સાથે ચોથા નંબરે આવતા તમિળનાડુમાં બે દ્રાવિડ પક્ષ વચ્ચે ભાજપની દાળ કેટલી ગળે એ કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. 38 બેઠક સાથેના બિહારમાં નીતીશ કુમારના સાથને લીધે હાલ પૂરતો મોદીને સધિયારો છે.

આ સંજોગોમાં ભાજપ અને મોદી માટે પશ્ચિમ બંગાળનું મહત્વ ખૂબ વધી જાય છે. આ રાજયમાંથી હાલ લોકસભામાં માત્ર બે સભ્ય ધરાવનારા ભાજપની મહÒવાકાંક્ષા 22 બેઠક જીતવાની છે. તૃણમૂલ કાેંગ્રેસમાં પ્રજાનો વિશ્વાસ ડગમગી ગયો હોવાનું ભાજપનું માનવું છે. આમેય પશ્ચિમ બંગાળમાં કાયમ હિંસા અને ગુંડાગીરીનું વર્ચસ્વ રહ્યું છે. ટીએમસીએ ડાબેરીઆેનો આ બદનામ વારસો બરાબર દીપાવી જાÎયો છે. અહી લઘુમતીના અછોવાના કરવામાં કાંઈ બાકી રખાતું નથી. રાજકીય હરીફો પર હુમલાથી લઈને હત્યા એ આ રાજયમાં રાબેતા મુજબની બાબત છે, જે અલબત્ત લોકશાહી માટે કલંકરુપ છે.

પ્રચાર વેગવાન બનતો જશે એમ પશ્ચિમ બંગાળમાંથી વધુ શાિબ્દક ધડાકાભડાકા સાંભળવા અને આંચકા અનુભવવા માટે તૈયાર રહેવાનું છે. ભાજપે બંગાળમાં 200 ચૂંટણી સભાનું આયોજન કર્યું છે. મોદી-શાહ ઉપરાંત હજી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાની જેવા નેતાઆે ટાગોર ભૂમિ પર ઉતરી પડવાના છે. આ રોમાંચક, ઉબકા આવે એવી આક્ષેપબાજી બાદ મતદારો કોનામાં વિશ્વાસ મૂકશે એ કહેવું અત્યારે વહેલું ગણાશે.

Comments

comments

VOTING POLL