બંગાળમાં વાસ્તવિક લડાઈ લોકસભાની છે

February 6, 2019 at 10:33 am


લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં લડાવાની હોય છે, પણ તેનું કેન્દ્રસ્થાન હાલ પૂરતું પિશ્ચમ બંગાળ રાજ્ય બની ગયું હોય તેમ લાગે છે. નરેન્દ્ર મોદી સામે વિપક્ષમાંથી પડકાર કરનારો ચહેરો કયો હશે તે સ્પષ્ટ નથી, પરંતુ સીબીઆઈએ કોલકાતાના પોલીસ કમિશનરની પૂછપરછ કરવાની અથવા તો ધરપકડ કરવાની કોશિશ કરી તે પછી મમતા બેનરજીએ જે રીતે હોબાળો મચાવ્યો, તે જોતા તેઆે પોતાને મહÒવના મોદીવિરોધી નેતા તરીકે આગળ કરી શક્યા છે. આમ તો છેલ્લા કેટલાક વખતથી આ કશ્મકશ ચાલતી જ રહી હતી, પરંતુ પોલીસ કમિશનરના ઘરે સીબીઆઈના માણસો પહાેંચ્યા તે પછી કોલકાતા પોલીસે તેમને અટકાવ્યા તે પછી મામલો એટલો વિવાદાસ્પદ બન્યાે છે કે સમગ્ર દેશમાં તેની ચર્ચા થવા લાગી છે.

મમતા બેનરજી શેરીમાં ઉતરીને રાજકીય લડત આપવામાં માહેર છે. તેમણે પિશ્ચમ બંગાળમાં જડ નાખી ગયેલા ડાબેરી પક્ષોને હરાવવા માટે આવો જ સંઘર્ષ કર્યો હતો. કોલકાતા શહેરના મધ્યમાં આવેલા મેદાનમાં તેમણે ઘરણા શરુ કર્યા. આ જ સ્થળે તેમણે સિંગુરમાંથી તાતા મોટર્સને હટાવવા માટેના ધરણા ત્રણ અઠવાડિયા સુધી કર્યા હતા. એ જ સ્થળે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈના દુરુપયોગનો મુદ્દાે ઉપાડીને ઘરણા શરુ કરી દીધા છે.

સૌથી અગત્યની વાત એ છે કે સામાન્ય રીતે ભાજપની સરકાર તરફ કૂણું વલણ ધરાવતા હોવાનું મનાતી આેડિશાની સરકારે પણ મમતા બેનરજીને ટેકો આપ્યો. આેડિશાની નવીન પટનાયકની બીજેડીની સરકારે કહ્યું કે આ મામલામાં મમતા બેનરજી સાચા છે અને રાજ્ય સરકારના અધિકારોનો ભંગ થઈ રહ્યાે છે. કાયદો અને વ્યવસ્થા, પોલીસ તંત્ર રાજ્ય સરકારના વિષયમાં આવે છે. સીબીઆઈએ સરકારની મંજૂરી સાથે જ કાર્યવાહી કરવી રહી અને આ કિસ્સામાં અયોગ્ય રીતે સીબીઆઈને દોડાવાઈ તેવું બીજેડીને પણ લાગ્યું છે.

પિશ્ચમ બંગાળમાં અત્યારે જે થઈ રહ્યું છે તે માત્ર સીબીઆઈનો અને મમતા બેનરજી દ્વારા પોલીસનું દુરુયપોગનો મામલો નથી. આ મામલો રાજકીય વધારે છે, કેમ કે પિશ્ચમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ ટીએમસી સામે સૌથી મોટી ચેલેન્જ ભારતીય જનતા પક્ષ તરફથી ઊભી થઈ છે. ડાબેરી પક્ષો અને કાેંગ્રેસ પાછળ જતા રહ્યા છે. છેલ્લે લોકસભાની ચૂંઠણી થઈ ત્યારે ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ તે પછી પંચાયતોની ચૂંટણીમાં ભાજપને સારા પ્રમાણમાં મતો મળ્યા હતા. તેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપ હવે સારો દેખાવની ધારણા રાખે છે. મમતા મુિસ્લમ મતો માટેનું રાજકારણ ખેલી રહ્યા છે, તેની સામે ભાજપે હિન્દુ મતોનું કોન્સોલિડેશન શરુ કરી દીધું છે.

Comments

comments

VOTING POLL