બંગાળ ‘કાશ્મીર’ બનવા તરફ…?

June 11, 2019 at 9:28 am


હિન્દી ફિલ્મોમાં જેવી રીતે એક ડોન બીજા ડોનના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવા મરણીયો બને છે તેવો જ કંઈક તાલ અત્યારે બંગાળમાં સજાર્વા પામ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન બે બિલાડી આમને-સામને આવી જેવી રીતે મ્યાઉં મ્યાઉં કરી બાખડે છે તેવી રીતે જ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કાેંગ્રેસના કાર્યકરોએ બાંયો ચડાવી લોહીયાળ ધીગાણું ખેલી નાખ્યું હતું. ચૂંટણી પૂરી થઈ, પરિણામ પણ આવી ગયું છતાં હજુ સુધી અહી હિંસા અટકવાનું નામ લેતી નથી. આòર્યની વાત એ છે કે આ હિંસક અથડામણ કયા મુદ્દે ચાલી રહી છે તેની બંગાળના લોકોને ખબર પડી રહી નથી. એકંદરે વર્ચસ્વની આ લડાઈમાં કરોડો રૂપિયાની સાર્વજનિક સંપિત્ત તોડફોડ અને આગજનીની ઝપટે ચડી ગઈ છે તો અનેક લોકોએ જીવ ગુમાવવા પડયા છે.
ચૂંટણી પૂરી થયાને 18 દિવસ વીતી ગયા છતાં દિવસેને દિવસે રાજ્યમાં હિંસા વધુ ઘેરી બનતી જઈ રહી છે. રવિવારે પરગણા જિલ્લાના ભાંગીપાડા અને હટગાચ્છામાં થયેલી હિંસા અને આગજનીમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. બન્ને પક્ષના લોકો દેશી બોમ્બા, બંદૂક અને ધારદાર હથિયારોનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે અને તેમને રોકવામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઆે વામણી પૂરવાર થઈ રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજી હિંસા માટે ભાજપ ઉપર આરોપ લગાવી રહ્યા છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પક્ષના રાજ્ય એકમે પોતાનો રિપોર્ટ મોકલી દીધો છે. આ અંગે ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લેવાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. એકંદરે આ રાજ્ય છેલ્લા પાંચ મહિનાથી હિંસામાં સળગી રહ્યું છે પરંતુ રાજ્ય અને કેન્દ્ર બન્ને પોતાની રાજનીતિમાં જ મશગૂલ રહ્યા છે. તૃિષ્ટકરણની રાજનીતિએ અહી જાતિય ભેદભાવને પ્રાેત્સાહન આપ્યું છે. ત્યાં સુધી કે ધામિર્ક આયોજન પણ રાજકીય અખાડાઆેનું કેન્દ્ર બની ચૂક્યું છે. મંચ ઉપરથી જાતિય વિÜેષ ફેલાવવાની અપીલ કરવામાં આવી રહી છે તો ખુલ્લેઆમ સમાજના ભાગલા પાડવાનું કામ ચાલી રહ્યું છે છતાં ‘માનનીયો’ ‘મૌન’ બનીને તમાશો નિહાળી રહ્યા છે.
એકંદરે અહી કહેવાનું એટલું જ છે કે રાજકારણ લોકપ્રñે થવું જોઈએ નહી કે સાંપ્રદાયિક ઝઘડા માટે…પહેલાંથી જ વિકાસ મામલે પછાત ગણાતાં બંગાળને બેઠું કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ તેમાં છાશવારે અડચણો આવી રહી છે. જો સમયસર મોટા પગલાં ઉઠાવવામાં નહી આવે તો આગામી બે વર્ષમાં અશાંતિ આેછી થવાની જગ્યાએ વધી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Comments

comments