બંધના આેથા હેઠળ કાયદો હાથમાં લેવાની ગુસ્તાખી સાંખી લેવાશે નહી ઃ ગૃહરાજ્યમંત્રી જાડેજા

September 10, 2018 at 10:50 am


પેટ્રાેલ- ડીઝલના ભાવ વધારા સામે કાેંગ્રેસે આજે આપેલા ભારત બંધના એલાન દરમ્યાન ગુજરાતમાં શાંતિ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારે તમામ સ્તરના પ્રયાસો શરુ કરી દીધા છે. અને રાજ્યમાં ક્યાંય કોઈ પણ અનિચ્છનીય ઘટના ના ઘટે તેની પૂર્ણ તકેદારી રાખવા પોલીસ તંત્ર તથા જિલ્લા કલેકટરોને સૂચના આપી દેવામાં આવી છે.

દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંધના આેથા હેઠળ કાયદો હાથમાં લેવાની ગુસ્તાખી કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી. બળજબરીથી બંધ નું પાલન કરાવી પ્રજાને હેરાન કરનાર તેમજ ખાનગી તથા સરકારી માલમિલકતોને નુકશાન પહાેંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને તાકીદ કરવામાં આવી છે અને જરુર જણાય તો બળપ્રયોગ કરી તોફાની તત્વોને જેર કરવાની સુચના આપવામાં આવી છે.

ભારતના એલાનને ધ્યાનમાં રાખી ગુજરાતભરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ એસ.આે.જી મહિલા પોલીસ હોમ ગાર્ડ તેમજ એસઆરપીની કંપનીઆે જુદા વિસ્તારોમાં તેનાત કરી દેવામાં આવી છે.

ગુજરાત બંધની સાથે સાથેે…
– સુરતમાં શાળા દુકાનો અને રીક્ષાઆે બંધ કરાવી કાેંગ્રેસનો વિરોધ
– સુરતમાં કાેંગ્રેસ દ્વારા લીબાયત વિસ્તારમાં દુકાનો તથા રીક્ષાઆે બંધ કરાઈ
– ભરુચમાં ભારત બંધના એલનના પગલે કાેંગી કાર્યકરોએ દહેજ રોડ ઉપર ચક્કાજામ કર્યા
– દહેજ જીઆઇડીસી જતા મુખ્ય હાઇવે પર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ
– સુરતમાં કાેંગ્રેસી કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ સહિત 10થી12 કાર્યકરોની અટકાયત
– કાેંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાએ કાર્યકરો સાથે ટાયર સળગાવ્યા
– રાજીવ સાતવ, અમિત ચાવડાએ અમદાવાદમાં લાલદરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
– વડોદરામાં ઠેરઠેર બંધને સમર્થન, મોડી રાત્રે બરોડા ડેરીના રિટેલ કાઉન્ટર પર પથ્થરમારો
– વડોદરામાં રાત્રી બજાર સહિત અને ફતેગંજ ખાતે પણ ટાયર સળગાવ્યા
– વડોદરામાં અજાÎયા શખ્સો દ્વારા ટાયર સળગાવવામાં આવ્યા
– શાહપુર હલિમની ખડકી પાસે વહેલી સવારે 5-30 કલાકે બસના કાચ તોડવાનો બનાવ
– વડોદરામાં કાેંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પેટ્રાેલપંપો બંધ કરાવ્યા
– અરવંી ભારત બંધને લઇને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ટાયર સળગાવાયા
– શામળાજી પાસે કાેંગ્રેસ કાર્યકરો ટાયર સળગાવતા હાઇવે પર બંને તરફ ટ્રાફિકજામ સજાર્યો હતો.
– ભિલોડા-વિજયનગર રોડ પર પણ ટાયર સળગાવાનો બનાવ બન્યાે હતો.
– ભિલોડાના ભેટાલી,શામળાજી પાસે પણ ચક્કાજામનો પ્રયાસ

Comments

comments

VOTING POLL