બંધને શહેરી વિસ્તારમાં સારો, ગ્રામ્ય વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ

September 10, 2018 at 12:03 pm


પેટ્રાેલ-ડીઝલમાં ભાવ વધારા સહિતના પ્રજાના પ્રñે કાેંગ્રેસ દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના અપાયેલા એલાનને સૌરાષ્ટ્રમાં શહેરી વિસ્તારોમાં સારો પ્રતિસાદ સાંપળ્યો છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ કાેંગી આગેવાનો અને કાર્યકરો બંધ કરાવવા નીકળતા સેંકડો નેતાઆેને પોલીસ દ્વારા અટકમાં લેવાયા છે. જૂનાગઢ, રાજકોટ, મોરબી, હળવદ સહિતના મથકો ખાતે સેલફાઈનાન્સ શાળાઆે બંધમાં જોડાયા છે.

તકેદારીના પગલાં રૂપે એસ.ટી.ના રાજકોટ અને જૂનાગઢ ડિવિઝન દ્વારા અનેક એસ.ટી.રૂટ બંધ કરી દેતાં સેંકડો યાત્રીઆે અટવાઈ પડéા છે. જૂનાગઢમાં જયશ્રી રોડ, એમ.જી.રોડ, ઝાંઝરડા રોડ સંપૂર્ણ બંધ રહ્યા હતાં. જયારે દિવાન ચોક, મોતીબાગ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારો ખૂલ્લા રહ્યા હતાં.

Comments

comments

VOTING POLL