બગવદર ગામે દિવસ દરમિયાન વિજ પુરવઠો બંધ રખાતા લોકોમાં રોષ

May 9, 2018 at 2:10 pm


પોરબંદર નજીકના બગવદર ગામે શનિવારે મુખ્યમંત્રી આવવાના હોવાથી અત્યારસુધી નિષ્ક્રીય રહેલું પી.જી.વી.સી.એલ. નું તંત્ર સફાળું જાગ્યું છે અને સમારકામ હાથ ધરવામાં આવતા વિજપુરવઠો બંધ રખાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

પોરબંદર તાલુકાના બગવદર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તા. 12 શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બગવદર ગામે સવારે 9 કલાકે ઉપિસ્થત રહેશે અને બગવદરના પ્રખ્યાત સૂર્ય રન્નાદે મંદિરના પાછળના ભાગે તળાવનું ખાતમુહંર્ત કરશે અને તેમાંથી નીકળતી માટી ખેડૂતોને વિનામૂલ્યે અપાશે જે ખૂબ જ સારી બાબત છે અને મુખ્યમંત્રી બગવદર આવે તે પણ બગવદરને ગૌરવ લેવા જેવી વાત છે. પરંતુ મુખ્યમંત્રીનો કાર્યક્રમ જાહેર થતા જ અધિકારીઆે સફાળા જાગે અને ગ્રામજનોને હેરાનગતિ થાય તે બાબત અત્યારે બગવદરને લાગુ પડે છે. કારણ કે ઘોર નિંદ્રામાં પોઢેલ પી.જી.વી.સી.એલ. મુખ્યમંત્રીનો કાર્યક્રમ જાહેર થતા જ ઉંઘમાંથી બેઠું થયું છે અને ગઈકાલે મંગળવારે સવારે 8ઃ30 થી સાંજે 6 કલાક સુધી બગવદર તેમજ બેરણ ફીડર બંધ કરી નવા જમ્પર, જર્જરીત વાયરો વિગેરે મેઈન્ટેનન્સનું કામ પૂરજોશથી ઉપાડેલ છે અને આજે પણ 8ઃ30 થી વિજળી ગૂલ કરી દેવામાં આવી છે અને રીપેરીગ કામ ચાલુ કરેલ છે. આ બાબતે બગવદર પી.જી.વી.સી.એલ. ના અધિકારીઆે તડવી અને શાહએ ‘આજકાલ’ સાથે વાત કરતા જણાવેલ કે બગવદર ગઈકાલે આખો દિવસ મેઈન્ટેનન્સનું કામ કર્યું હતું અને આજે પણ કામ ચાલુ છે. કારણ કે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિજળી ગૂલ ન થવી જોઈએ અને બેરણ ફીડર તો હજુ આજે આખો દિવસ કામ ચાલુ રહેશે. પરંતુ બગવદર ફીડરનું કામ વહેલું પૂરૂં થશે તો કદાચ બે વાગ્યા આસપાસ વિજપ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે.

આથી આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પી.જી.વી.સી.એલ. એ શું કર્યું ં અને મુખ્યમંત્રીનું આગમન થવાનું હોવાના કારણે બે દિવસ કામ યુÙના ધોરણે કરેલ છે પરંતુ આવી રીતે બે-બે દિવસ વિજપ્રવાહ બંધ રહે તો ગરીબ અને મધ્યમવર્ગને રોજીરોટી ઉપર પણ અસર પડી છે. જેમ કે રસના ચીચોડા બંધ રહેતા બરફ આેગળી જાય છે. બહારગામથી ખેડૂતો બગવદર ખેતીના આેજારોમાં વેલ્ડીગ કરાવવા માટે આવે તો તેમને આખો દિવસ બેસી રહેવું પડે છે. દૂધના ધંધાથ}આેનું દૂધ પણ બગડે, આઈસ્ક્રીમ પીગળી જાય. આવું તો ઘણું બને અને ખૂબ જ નુકસાની વેપારી વર્ગને પડે. ઉપરાંત અત્યારે કાળઝાળ ગરમીમાં માણસોને દિવસ પસાર કરવો પણ મુશ્કેલ બને તો શરૂઆતથી જ જો પી.જી.વી.સી.એલ. ના અધિકારીઆેએ ધ્યાન આપ્યું હોત તો અત્યારે બે દિવસ સમારકામમાં ન લાગત. ખેડૂતો જમ્પર બાબત અને જર્જરીત વાયર બાબત રજુઆતો કરે છે ત્યારે કાંઈ થતું નથી અને અત્યારે યુÙના ધોરણે કામ ચાલુ છે.

Comments

comments