બગસરામાં એક કરોડના ખર્ચે નિમાર્ણ પામશે નવું નગર સેવા સદન

September 17, 2018 at 10:51 am


બગસરાઃબગસરા શહેરમાં નગર પાલિકાની કચેરી છેલ્લા ઘણા સમયથી એક કોમ્પ્લેક્ષમાં બેસતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાનું નવું બિલ્ડીગ મંજૂર થતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. વિગત અનુસાર બગસરા નગરપાલિકા કચેરી છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા નિમિર્ત એક શોપિંગ કોમ્પલેક્સ માં ચલાવવામાં આવતી હતી. જેને લીધે અરજદારો થી લઇ કર્મચારીઆે તથા પદાધિકારીઆે સૌ કોઈને અગવડતા ભોગવવાનો વારો આવતો હતો. પરંતુ હાલમાં જ સત્તારુઢ થયેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંપાબેન બઢિયા ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા તથા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રિબડીયા દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હીરાપરાને શહેરમાં પાલિકાના નવા બિિલ્ડંગ માટે જગ્યા ફાળવી હોય બિલ્ડીગ માટે રકમ મંજૂર કરાવવા બાબતે રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્ય સરકારમાં થી બગસરા નગર સેવા સદન ના બિિલ્ડંગ માટે એક કરોડ ગ્રાન્ટ ફાળવણી નો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી હવે ગાયત્રી નગર વિસ્તારમાં પોસ્ટ આેફિસ થી આગળના ભાગે નગરપાલિકા દ્વારા આરક્ષિત કરાયેલી જગ્યામાં ટૂંક સમયમાં નવા બિલ્ડીગનું કામ શરુ થશે. અને બિિલ્ડંગ બની જતા લોકોની હાલાકીનો અંત આવશે.

Comments

comments

VOTING POLL