બગસરા તાલુકાના ખેડૂતો પ્રશ્ને કિસાન સંઘની મામલતદાર સાથે બેઠક મળી

September 11, 2018 at 12:44 pm


બગસરા તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને પગલે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

વિગત અનુસાર બગસરા તાલુકા કિસાન સંઘ દ્વારા ઘણા સમયથી ખેડૂતોના અણ ઉકેલ પ્રશ્નો જેવા કે પાક વીમા મા વિસંગતતા, ખેડૂતોને પોતાના ખેતરમાં બાંધકામ કરવા માટે રેતી લાવવા પરવાનગી આપવી, ખેતરમાં રોજના ત્રાસને દૂર કરવા માટે સરકાર દ્વારા યોગ્ય નીતિ નો અમલ કરાવે, બગસરા તાલુકાની જમીનની માપણીનો રી સર્વે કરવામાં આવે, ટપક સિંચાઈ પÙતિ ના સાધનો માં જીએસટી નાબુદ કરવો, સહિતના ખેતી ને લગતા પ્રશ્નો તેમજ બગસરા થી પસાર થતા નેશનલ હાઈવે ને વડીયા ને બદલે માણેકવાડા થી પસાર કરાવવો, બગસરા નગરપાલિકા દ્વારા બનેલા 60 ફૂટ ના રોડ માં ભરાતા પાણી બાબતે યોગ્ય નિકાલ કરવો, બગસરા તાલુકાના ગામડા ના રસ્તાઆે માં પડેલા ગાબડાને પુરવા સહિતના બાર જેટલા મુદ્દાઆેને ધ્યાનમાં રાખી થોડા દિવસો પૂર્વે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને પગલે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને આ પ્રશ્નોના નિકાલ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હવે તંત્ર ખેડૂતોના કેટલા પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે તે જોવાનું રહેશે.

Comments

comments

VOTING POLL