બજાણા રેલવે ફાટક પાસે મર્ડર કેસના પાંચ આરોપી પકડાયા

October 12, 2018 at 12:09 pm


બજાણા રેલ્વે ફાટક પાસે બાઇક સવાર આધેડની ધારીયા અને લોખંડની ટામીના ઘા ઝીકી ઘાતકી હત્યા કર્યા બાદ હત્યાનો વિડીયો વાયરલ કરી આરોપીઆે નાસી છુટéા હતા. બજાણા પોલીસે 3 આરોપીઆેને સુઇ ગામ જવાના રસ્તેથી અને 2 આરોપીઆેને પીપળી ગામના પાટીયા પાસેથી ઝડપી લીધા છે. બજાણા હત્યા કેસનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીઆેને ઝબ્બે કરવા જુદી જુદી ટીમો બનાવી ફરાર બનાવના છ આરોપીઆેને ઝડપી લેવા તપાસનાચક્રાે ગતિમાન કર્યા હતા. જેમાં પીએસઆઇ વાય.એસ.ચુડાસમા, મનીષભાઇ અઘારા, શ્યામજીભાઇ સહિતનાઆેએ ઇકબાલખાન મલેક, મહેબુબખાન મલેક અને અકબરખાન મલેકને સુઇ ગામ જવાના રસ્તેથી પકડી પાડયા હતા. જયારે મોઇનખાન મલેક અને હનીફખાન મલેકને પીપળી ગામના પાટીયા પાસેથી દબોચી લેવાયા છે. આ બનાવના હજુ ફરાર આરોપી સલીમ મલેકને પકડવા પોલીસે તપાસ શરુ કરી છે. ઉપરાંત વિડીયો ઉતારાયો તે મોબાઇલ, હથીયારો અને કપડા સહિતનો મુદામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગે પીએસઆઇ વી.બી. કલોતરાએ જણાવ્યું કે, આરોપીઆે બે દિવસ તો આ વિસ્તારની સીમમાં જ રખડતા હતા. પરંતુ ટીમ સતત એમની પાછળ હોઇ તેઆે સગા વહાલાઆેને ત્યાં વારાહી વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. આથી ત્રણ આરોપીઆેને સુઇ ગામ પાસેથી અને બે આરોપીઆેને પીપળી ગામના પાટીયા પાસેથી દબોચી લીધા હતા.

Comments

comments

VOTING POLL