બજેટની સાથે–સાથે

February 20, 2018 at 5:32 pm


આંગણવાડીના ત્રણથી છ વર્ષના બાળકોને બે જોડી ગણવેશ અપાશેમહિલા અને બાળ વિકાસ માટે રૂા.૩૦૮૦ કરોડ

મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તે માટે રાય સરકાર કટિબદ્ધ છે. બાળકોના કલ્યાણ માટે પણ સરકારનું ધ્યાન છે એટલા માટે આંગણવાડીમાં ૩થી ૬ વર્ષના બાળકોને બે જોડી ગણવેશ આપવાનો નિર્ણય થયો છે જેના માટે રૂા.૩૫ કરોડની જોગવાઈ થઈ છે. ૭૮૪ આંગણવાડીઓની સુધારણા અને ૪૦૦૦થી વધુ આંગણવાડીઓની મરામત માટે રૂા.૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રથમ વખતની સગર્ભાને રૂા.પાંચ હજારની સહાય

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ધાત્રી માતાઓને રૂા.૫૦૦૦ની સહાય આપવા માટે રૂા.૨૨૦ કરોડની જોગવાઈ થઈ છે. ૧૧થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને ટેક હોમ રાશન માટે સબલા અને કિશોરી શકિત યોજના હેઠળ રૂા.૩૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં આંતરરાષ્ટ્ર્રીય ફિલ્મ સમારોહ માટે રૂા.૧૦ કરોડ

રાય સરકારે ફિલ્મ સમારોહના આયોજનમાં એક ડગલુ આગળ વધવાનો નિર્ણય લીધો અને કેન્દ્ર સરકારના રાષ્ટ્ર્રીય ફિલ્મ વિકાસ નિગમની સહાયથી ગુજરાતમાં આંતરરાષ્ટ્ર્રીય ફિલ્મ સમારોહનું આયોજન કરવા માટે રૂા.૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ઉધોગ અને ખાણવિભાગ માટે રૂા.૪૪૧૦ કરોડ

સરકારે ઔધોગિક નીતિ ૨૦૧૫ હેઠળ સૂમ, લઘુ અને મધ્યમ એકમોના વિકાસ માટે યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ માટે પ્લાન્ટ અને મશીનરીમાં ૫૦ લાખ, ૨ કરોડ અને ૧૦ કરોડ સુધીનું મૂડીરોકાણ ધરાવતાં એકમોને સહાય પૂરી પાડવામાં આવે છે અને આ માટે આગામી વર્ષે રૂા.૮૪૩ કરોડની જોગવાઈ થઈ છે. એમએસએમઈ એકમો માટે સ્ટાર્ટ અપ ફંડની શરૂઆત કરવા રૂા.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગૃહની અંદર મગફળી સાથે દેખાવ કરતાં કોંગી ધારાસભ્ય રીબડીયાને બહાર કઢાયા

આજે નાણામંત્રી નીતિન પટેલના બજેટ ભાષણ દરમિયાન હાથમાં મગફળી રાખી દેખાવ કરી રહેલા કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાને સાર્જન્ટ દ્રારા બહાર કાઢી નાખવાનો સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્રારા આદેશ આપવામાં આવ્યો હતો. રીબડીયાને બહાર કાઢવામાં આવતાં કોંગ્રેસીઓએ હોબાળો મચાવી દીધો હતો અને સામૂહિક રીતે વોકઆઉટ કર્યેા હતો. આમ મગફળીનો મુદ્દો ગૃહની અંદર ગુંયો હતો અને કોંગ્રેસી ધારાસભ્યોએ એકીઅવાજે દેકારો બોલાવતાં કાર્યવાહી થોડીવાર માટે ખોરંભે ચડી ગઈ હતી. હર્ષદ રીબડીયા ઉપરાંત ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પણ હોબાળો મચાવતાં તેમને રાજેન્દ્ર ત્રિવેદી દ્રારા શાંતિ જાળવવા કહેવાયું હતું. કોંગ્રેસના વોકઆઉટ બાદ નીતિન પટેલે બજેટ ભાષણ ફરી શરૂ કયુ હતું.

યાત્રાધામોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી

રાયના પ્રાચિન યાત્રાધામોના પુનરોધ્ધાર, માળખાકિય સુવિધાઓના વિકાસ અને સ્વચ્છતાની જાળવણી માટે વિશેષ આયોજન થયું છે. માધવપુર ધેડ ખાતે રૂમણજીના પ્રાચિન મંદિરના વિકાસ માટે રૂા.૫ કરોડની જોગવાઈ. યાત્રાળુઓ માટે અધતન સુવિધા ઉભી કરવા તેમજ મહિલાઓ, દિવ્યાંગો અને વરિ નાગરિકો માટે વિશેષ સુવિધા માટે રૂા.૧૧ કરોડ. શિવરાત્રી–કુંભ મેળો, ગિરનાર ૨૦૧૯ના આયોજન અને ગિરનારના પગથિયાના નવિનીકરણ માટે રૂા.૨૦ કરોડની ફાળવણી.

કુટિર, ગ્રામોધોગ દ્રારા સ્વરોજગારીની તકો ઉભી કરવા રૂા.૪૫૦ કરોડની ફાળવણી

રાયમાં કુટિર ગ્રામોધોગ દ્રાર સ્વરોજગારીની તકો ઉભી કરવાની વિવિધ યોજનાઓ માટે રૂા.૪૫૦ કરોડની જોગવાઈ, કારીગરો દ્રારા ઉત્પાદિત માલના વેચાણ માટે માર્કેટિંગ સપોર્ટ માટે રૂા.૧૬.૫૦ કરોડની જોગવાઈ, ખાદી ક્ષેત્રના ઉત્તેજન માટે વિવિધ યોજનાઓ માટે કુલ રૂા.૩૫ કરોડની જોગવાઈ, રાય સરકારના આયોજનબધ્ધ પ્રયાસોથી ગુજરાત આજે પર્યટકોની પસંદગીમાં અગ્ર સ્થાન ધરાવે છે. ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.

પીવાનું પાણી પુરું પાડવા રૂા.૩૩૧૧ કરોડની ફાળવણી

રાયના તમામ ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પુરતા પીવાના પાણીને પુરૂ પાડવા માટે સરકાર પ્રતિબધ્ધ છે જેના માટે કુલ રૂા.૩૩૧૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માઈનોર સુધીની નહેરોના બાંધકામ માટે કુલ રૂા.૪૦૧૮ કરોડનું આયોજન, સહભાગી સિંચાઈ યોજના અન્વયે કેડુતોની જમીન સંપાદન કર્યા વિના ૨.૭૧ લાખ હેકટર સિંચાઈનો લાભ મળે તે માટે ભુગર્ભ પાઈપલાઈનના કામો માટે કુલ રૂા.૧૨૯૫ કરોડનું આયોજન.

૧૦૮ સેવા માટે ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ખરીદાશે

તબીબી સેવાઓ માટે રાય સરકારે પુરતું ધ્યાન આપ્યું છે અને લોક સુખાકારી માટે વધુ ફાળવણી કરવામાં આવી છે. અકસ્માતોમાં પ્રથમ ગોલ્ડન અવરમાં આનુષંગિક આકસ્મિક સારવાર આપીએ અમૂલ્ય જિંદગી બચાવવા માટેની વિશેષ યોજના પેટે રૂા.૩૦ કરોડની જોગવાઈ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે રૂા.૧૨ કરોડની જોગવાઈ, ઈન્ટર હોસ્પિટલ ટ્રાન્સફર માટે ૧૫ નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે જોગવાઈ રૂા.૪ કરોડ.

ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય

રાય સરકાર દ્રારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત નવી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને પણ સહાય આપવાનું આયોજન છે, જેના માટે કુલ રૂા.૩૯ કરોડની જોગવાઈ.

Comments

comments

VOTING POLL