બજેટમાં શિક્ષણ પ્રત્યે ગંભીર ઉદાસીનતાઃ ફકત ત્રણ ટકા રકમ ફાળવી

February 2, 2019 at 10:56 am


ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રના વચગાળાના બજેટમાં આમ તો ઘણી બધી રાહતો જાહેર થઈ છે પરંતુ ખુબજ મહત્વના ગણાતા શિક્ષણના ક્ષેત્ર માટે ઉદાસીનતા દાખવવામાં આવી છે અને તેના પર કોઈ ખાસ ધ્યાન દેવામાં આવ્યું નથી. ચૂંટણીનું વર્ષ હોવાના લીધે સરકારે લોકોને લલચાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

બજેટમાં શિક્ષણ માટે ફકત ત્રણ ટકા રકમ ફાળવવામાં આવી છે જે પાશેરામાં પૂણી જેવી છે અને તેનાથી કોઈ હેતુ સિધ્ધ થવાનો નથી. પાછલા વર્ષે શિક્ષણના ક્ષેત્રમાં રૂા.10 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ વખતે ભારે ઉપેક્ષા કરવામાં આવી છે. વળી એમાંથી પણ રૂા.3,411 કરોડ ખર્ચ કર્યા વગરના એમને એમ પડયા છે.

આમ તો મોદી સરકાર સતત ઉચ્ચશિક્ષણ માટે વાતો કરતી રહે છે પરંતુ હાયર એજ્યુકેશન ફાઈનાિન્સ»ગ એજન્સીના બજેટમાં રૂા.650 કરોડનો કાપ મુકી દેવામાં આવ્યો છે. પાછલા વર્ષે સરકારે આ એજન્સીને રૂા.2,750 કરોડની ફાળવણી કરી હતી જે આ વર્ષે ઘટાડીને 2100 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. મોટા ઉપાડે આ એજન્સીની રચના કરવામાં આવી હતી છતાં આ એજન્સીએ પાછલા વર્ષે ફકત રૂા.250 કરોડનો ખર્ચ કર્યો છે. આમ, શિક્ષણના ક્ષેત્રને જોરદાર ફટકો લાગ્યો છે અને આ પ્રકારનો અફસોસ શિક્ષણક્ષેત્રના માંધાતાઆે કરી રહ્યા છે. જો કે, હવે પછી જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં તેના માટે મોટી ફાળવણી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL