બજેટમાં સૌરાષ્ટ્ર્રના ઉધોગોની કરાઇ ઉપેક્ષા: જવેલર્સથી લઇ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નિરાશા

February 2, 2018 at 12:19 pm


નાણામંત્રી અરૂણ જેટલીએ ગઇકાલે રજુ કરેલા બજેટમાં મધ્યમવર્ગને ઠેંગો બતાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યાેગકારોની આશા પણ નિરાશામાં પલટાઇ છે. આ વખતના બજેટમાં જવેલર્સથી લઇ તમામ ઉદ્યાેગકારોને માગણી સંતોષાય તેવી અપેક્ષા હતી. પણ બજેટમાં સરકારે ઉદ્યાેગકારોની ઉપેક્ષા કરી હોવાની પ્રતિક્રિયા ઉદ્યાેગ જગતમાંથી મળી રહી છે.

જવેલરી બજાર

આ બજેટમાં સોના પર 10 ટકા કસ્ટમ ડયુટી વસુલવામાં આવે છે તેમાં ફેરફાર થશે તેવું ઝવેરીએ માની રહ્યા હતાં પરંતુ તેમા કોઇ ફેરફાર નથી આવ્યો આથી દાણચોરી ચાલુ રહેશે તેવું રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઇ સાવલીયા અને ચેરમેન પ્રભુદાસભાઇ પારેખે જણાવ્યું હતું. નોટબંધી બાદ આમ પણ સોની બજારમાં મંદીનું મોજુ છે ત્યારે જો સોના પર કસ્ટમ ડયુટી ઘટાડવામાં આવી હોતનો આયાત વધવાની સાથે સોનું પણ સસ્તુ થાત પર સોનીબજાર માટે સરકારે કોઇ અસરકારક પગલા લીધા નથી તેમ ઝવેરીઆે જણાવી રહ્યા છે.

એન્જિનિયરીગ ઉદ્યાેગ

સૌરાષ્ટ્રના એન્જિનિયરીગ ઉદ્યાેગને પણ કોઇ ખાસ પેકેજ કે લાભ આપવામાં આવ્યો નથી રાજકોટ એન્જિનિયરીગ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઇએ જણાવ્યું હતું કે એન્જિનિયરીગ ક્ષેત્રે સૌરાષ્ટ્ર હબ તરીકે આેળખાય છે અહીથી નાના મોટા તમામ પાટર્સ દેશ-વિદેશમાં આયત થાય છે ત્યારે ઉદ્યાેગોના વિકાસ માટે અનેક મહત્વલક્ષી જાહેરાતો થઇ શકે તેમ હતી પણ સરકારે ખાસ કોઇ લાભ આપ્યો નથી.

સિરામીક ઉદ્યાેગ

મોરબીનો સિરામીક ઉદ્યાેગ વિશ્વ ફલક પર પથરાયો છે ત્યારે સિરામીક ઉદ્યાેગકારાએ તેઆેની સમસ્યા મુખ્યમંત્રીથી લઇ વડાપ્રધાન સુધી અનેક વખત રજૂઆત કરી હતી જેમાં સિરામીક માટે ગેસ, જીએસટી, સહિતના મુદ્દાઆે તથા ચાઇનાની ટાઇલ્સ સામે એન્ટી ડમ્પીગ ડયુટીની પણ જાહેરાત કરવામાં આવી નથી. આથી આ બજેટ સિરામીક એકમો માટે નિરાશાજનક ગણાવી શકાય.

Comments

comments

VOTING POLL