‘બડ બડ’ કરી રહેલા યોગી આદિત્ય નાથ અને માયાવતીના પ્રચાર ઉપર રોક લગાવતું ચૂંટણીપચં

April 15, 2019 at 4:51 pm


ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ચૂકયો છે અને હવે બીજા તબક્કાના મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે બરાબર તેવા ટાંકણે જ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને બસપાના સ્ટાર પ્રચારક દ્રારા પ્રચાર કરવા ઉપર ચૂંટણી પંચે રોક લગાવી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ ઉપર ૭૨ કલાક અને બસપા સુપ્રીમો માયાવતી ઉપર ૪૮ કલાક સુધી પ્રચાર નહીં કરવા રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બન્ને નેતાઓના ભાષણને કારણે તણાવભરી સ્થિતિ નિર્માણ થઈ શકે તેવી સંભાવના હોવાથી તેમના ભાષણ ઉપર પ્રતિબધં મુકી દેવામાં આવ્યો છે. કાલે સવારે ૬ વાગ્યાથી આ બન્ને પર મુકાયેલા પ્રતિબંધનો અમલ શરૂ થઈ જશે. આમ બન્ને નેતાઓ ૧૮ એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાન પહેલાં પ્રચાર કે જાહેરસભાને સંબોધન કરી શકશે નહીં.

Comments

comments