બબ્બે બાઈક સામસામે ભટકાતાં યુવકનું મોત: ચાર ઘવાયા

February 2, 2018 at 4:13 pm


રાજકોટના મવડી ગામથી પાળ જતાં રોડ પર ગતરાત્રે સજાર્યેલા અકસ્માતના વિચિત્ર બનાવમાં બબ્બે બાઈક સામસામે ભટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત થયું હતું. જયારે ચાર યુવાન ઘવાયા હતા.

પોલીસે જણાવ્યું કે, ગતરાત્રે 9 વાગ્યે સજાર્યેલા આ અકસ્માતમાં બાબુનાથ દેવનારાયણ મોહતો ઉ.વ.૩૦નું મોત થયું હતું. જયારે ધર્મેશ મહારાજ રાઠોડ ઉ.વ.18, જયદીપ હર્ષદ પીઠડીયા ઉ.વ.26, દિવ્યેશ રાજુ રાબડીયા ઉ.વ.28 અને પપ્પુકુમાર વિરેન્દ્રનાથ ઉ.વ.19ને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, જયદીપ અને દિવ્યેશ એક બાઈક પર જતા હતા ત્યારે ધર્મેશ, બાબુનાથ અને પપ્પુકુમાર પોતપોતાના બાઈક પર સવાર હતા. સામસામે બબ્બે બાઈક અથડાતા ભારે ટ્રાફીક જામ થયો હતો.

108 મારફતે ભોગ બનેલા પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલે પહાેંચે તે પહેલા જ બાબુનાથનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે મુળ બિહારના અને હાલ લોધીકાના રાવકી ગામે રહેતા હકીમ લક્ષ્મણ મોહતો ઉ.વ.20ની ફરિયાદ આધારે ગુનો નાેંધીને તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL