બરડાડુંગરમાં 200 પોલીસજવાનો દારૂની ભઠ્ઠીઆે ઉપર સામુહીક રીતે ત્રાટક્યા

September 6, 2018 at 2:28 pm


પોરબંદરના બરડાડુંગરમાં દારૂનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે તેથી પોરબંદરના નવા એસ.પી. ની સુચનાથી 200 જેટલા પોલીસજવાનો સામુહીક રીતે ત્રાટક્યા હતા અને હંારો લીટર આથાે અને દારૂ કબ્જે કર્યો છે. દિવસભર તેઆેની કાર્યવાહી ચાલુ રહી હતી.
પોરબંદર જિલ્લામાં દેશી દારૂની બદી નાબૂદ કરવા માટે દેશી દારૂનું મોટાભાગનું ઉત્પાદન બરડાડુંગર વિસ્તારમાં થતું હોવાનું ધ્યાન ઉપર આવતા આ દારૂ બનાવતી ભઠ્ઠીઆેને નેસ્તનાબુદ કરવા માટે એસ.પી. ડો. પાથર્રાજસિંહ ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.આે.જી., હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી. બી.એ. પટેલ, રૂરલ ડી.વાય.એસ.પી. પી.જી. પટેલ, રાણાવાવ પોલીસ સહિત 200 જેટલા પોલીસ અધિકારીઆે અને કર્મચારીઆેની પાંચ ટીમો અલગ-અલગ જગ્યાએ ત્રાટકી હતી. સવારથી સાંજ સુધી બરડાડુંગરની પરિક્રમા કરીને પોલીસજવાનોએ ચાલુ વરસાદે ખોડીયાર નેશ, ભૂખબરા નેશ, રાણવાડા નેશ, થાેરીયા નેશ, આંટીવાળા નેશ, વિજફાડીયા નેશ, કોઠાવાળા નેશ, ધોરીવાવ નેશ, માંડવાળા નેશ, સાતવિરડા નેશ, ફંલઝર નેશ, અજમાપાટ નેશ, જારવાળા નેશ, શેરમલકી નેશ, ગંડીયાવાળા નેશ, કાઢીયો નેશ અને મોરાપાણી નેશ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા.
બરડાડુંગરના ધોરીવાવ નેશ પાછળ ચેકડેમની બાજુમાં રૈયા જીવા રબારીએ દારૂની ભઠ્ઠી કરી હતી. પરંતુ પોલીસ ત્રાટકી ત્યારે તે હાજર મળી આવ્યો ન હતો. ત્યાંથી પોલીસે 2800 લીટર આથાે, 14 બેરલ, બે ફિલ્ટર બેરલ, બે બોઈલર બેરલ, પ્લાસ્ટીકનો કેરબો સહિત 12,900 નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ કોઠાવાળા નેશમાં મુળુ ભીમા રબારીએ ઝરમાં દારૂની ભઠ્ઠી શરૂ કરી હતી ત્યાંથી પણ 2,000 લીટર આથાે, 10 બેરલ, 1 ફિલ્ટર બેરલ, 1 બોઈલર બેરલ, પતરાના 10 ડબ્બા સહિત 9,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગંડીયાવાળા નેશમાં ધાના વેજા કોડીયાતરને ત્યાં દરોડો પાડી 50-50 લીટરના દારૂના 6 કેરબા, 20-20 લીટર દારૂ ભરેલા 23 બાચકા સહિત 15,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોરબંદરના બરડા વિસ્તારમાં જયાં જયાં પાણીના ઝરણા કે જળ સંચય થયો છે ત્éાં દારૂની ભઠ્ઠીઆે ધમધમે છે ત્યાં પોલીસે રેડ કરીને 760 લીટર દારૂ પકડી પાડયો હતો અને આ મુદ્દામાલ રાખનાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના એસ.પી. ડો.પાથર્રાજસિંહ ગોહિલના માર્ગદર્શન નીચે સ્પેશ્યલ પ્રાેહીબીશન કોમ્બીગ માટે ગ્રામ્યપંથકમાં પોલીસ જવાનો પેટ્રાેલીગમાં હતા ત્યારે બરડા ડુંગરના ગંડીયાવાળા નેશમાં રહેતા ધાના વેજા કોડીયાતરે તેના ઘરની પાછળ વડલાના ઝાડ નીચે મોટીમાત્રામાં દારૂ રાખ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા 15ર00ની કીમતનો 760 લીટર દારૂ તથા 600 રૂપિયાના છ કેરબા સહિત 15,800નો મુદ્દામાલ મળી આવ્éાે હતો. ધાનો હાજર મળી આવ્éાે નહી હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોરબંદરમાં દરોડો
પોરબંદરના મિતેષ ઉર્ફે ખાયજાંઉ રણછોડ ગોહેલ દારૂના ચાર બાચકા સાથે નીકળ્યો ત્યારે પોલીસે પકડી પાડéાે હતો. દરોડા દરમિયાન વિપુલ ઉર્ફે દંતો પ્રેમજી શેરાજી અને વિપુલ ઉર્ફે બાંકો શામજી મોતીવરસ બાઈકમાં નાસી છૂટéા હતા. દારૂ મંગાવનાર કલ્પેશ ઉર્ફે કલ્પુ વેલજી કોટીયા અને દારૂ પૂરો પાડનાર આદિત્યાણાના ચના જીવા ગુરગટીયા સામે પણ ગુન્હો નાેંધવામાં આવ્યો હતો.
નવા જીલ્લા પોલીસવડાનું આવકારવાદાયક અભિયાન
પોરબંદરના નવા આવેલા યુવા પોલીસવડા ડો. પાથર્રાજસિંહ ગોહિલે ચાર્જ સંભાળતા જ બરડા ડુંગર સહિત જયાં જયાં દારૂની ભઠ્ઠીઆેનું ઉત્પાદન થાય છે ત્યાં દરોડાઆે પડાવીને દારૂના દુષણને મુળથી જ નેસ્ત-નાબુદ કરવાનો છુટો દોર આપી દીધો છે અને તેમણે જણાવ્éું હતું કે શહેર કે જીલ્લામાં કયાંય પણ દારૂનુ ઉત્પાદન થતું હોય તેની માહિતી મળે એટલે તુરંત જ પોલીસ કાફલો તાત્કાલીક ત્રાટકે છે અને જીલ્લાને સંપુર્ણપણે દારૂ મુકત બનાવવા માટેની કવાયત આગળ વધારી છે. ચાલુ વર્ષે તો બરડા ડુંગરમાં ચોમાસુ શરૂ થતાં જ પાણીના ઝરણા અને જળંાેત વધુ માત્રામાં છે એટલે બુટલેગરો પણ જયાં જયાંથી પાણીનું ઝરણુ વહેતુ હોય ત્યાં દારૂની ભઠ્ઠી ચાલુ કરે છે અથવા જળપ્લાવીત વિસ્તાર કે જયાં જળનો વધુ માત્રામાં સંગ્રહ થયો હોય ત્યાં ‘ઝર’ના કીનારે જ દારૂની ભઠ્ઠી પ્રગટાવે છે તેથી દારૂના આથા માટે પાણીની સગવડ માટે મહેનત કરવી પડતી નથી. તેથી પોલીસે જડમૂળમાંથી દારૂના દૂષણે નેસ્ત-નાબુદ કરવા કવાયત હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL