બરડા ડુંગરના પથ્થરો ઉપર ઠેર–ઠેર ભગવાનશ્રી રામ નું નામ

April 20, 2019 at 1:19 pm


ઘણા રામભકતો અલગ–અલગ રીતે ભગવાનશ્રીરામની ભકિત કરે છે ત્યારે પોરબંદરના બિલેશ્ર્વર અને હનુમાનગઢ વચ્ચેના બરડા ડુંગરના કાળમીંઢ પથ્થરો ઉપર ઠેર–ઠેર રામનું નામ લખવાનો અનોખો રામપ્રેમ ભકતો દ્રારા પ્રગટ કરવામાં આવે છે.

પોરબંદરના રાણાવાવ થી બિલેશ્ર્વર જતા રસ્તે હનુમાનગઢ ગામ નજીક હાઇવે પર આવેલા ખડકો પર ભગવાન શ્રીરામનું નામ ઠેર–ઠેર લખેલું જનરે ચડે છે ત્યારે અહીંથી પસાર થતા દરેક વાહનચાલકને એ વિચાર આવતો હશે કે કોણ આ નામ લેખ છે ત્યારે જાણીએ હનુમાનગઢના રામભકતની અનોખી દાસ્તાન, રાણાવાવ નજીકના હનુમાનગઢ ગામના એક રામભકતે રામ સે બડા હે રામ કે નામનું સુત્ર સાર્થક કર્યુ છે. પોરબંદર નજીક બિલેશ્ર્વર થી હનુમાનગઢ તરફ જતા રસ્તા પર વાહનોમાં બેસેલા મુસાફરોના મનમાં એકવાર તો અચુક રામનામ બોલે છે. જેનું કારણ છે કે બરડા ડુંગરની ગિરિમાળાના મોટા પર્વતો પર મોટા અક્ષરે રામ નામ લખેલું છે. જે કોઇ અહીંથી પસાર થતા લોકો મનમાં રામનામ બોલે છે પરંતુ એક લોકો અહીંથી પસાર થાય છે. ત્ારે લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે, આ પર્વતો પર કોને રામનામ લખ્યું હશે? અને લોકોએ આટલી મહેનત કરી હશે, ત્યારે હનુમાનગઢના એક રામભકત સ્વ. રામભાઇ નાથાભાઇ ઓડેદરાનું નામ અનેક લોકો જણાવે છે જેનું નામ રામ અને તેનું કામ પણ રામ. સ્વ. રામભાઇ ઓડેદરા પોરબંદરમાં વર્ષેા સુધી એસ.સી.સી. ફેકટરીમાં નોકરી કરતા હતા અને પોરબંદર મિલપરા વિસ્તારમાં રહેતા હતા. અને તે નોકરી પરથી છુટી પોરબંદરમાં આવેલ પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત રામમંદિરે અખડં રામધુન ગાતા હતા. ઉમર થતા નોકરીમાંથી રીટાયર્ડ થઇ ગયા બાદ તેઓએ પરિવાર સાથે રાણાવાવ નજીક આવેલ હનુમાનગઢમાં વ્સવાટ કર્યેા હતો અને ત્ાં પણ રામનામની આહલેક જગાવી અને રામનામમાં લીન થઇ થયા હતા. રામનામની ધુન તેઓને એવી તો લાગી કે બરડા ડુંગરમાં આવેલ પર્વતો પર ચુનાથી રામનામ લખાવવાનું શરૂ કર્યુ અને રસ્તે જતાં વટેમાર્ગુઓ રામનામ જોતા જાય અને રામનામ બોલતા જાય પરંતુ બન્યું એવું કે રામનામ લખેલા પર્વતોને અને તે વિસ્તારને લોકો રામધારથી ઓળખવા મંડયા. દિવસ રાત રામભાઇનું બસ એક જ કામ રામનામ તેઓ ચોપડીઓમાં પણ રામનામ લખતા હતા અને જે કોઇ આવે તેને રામનામ રટવાનું પણ કહેવા, આવી રામભકિતની અનેરી જયોત જલાવનાર રામભકત એવા રામભાઇ ઓડેદરાઅનો એક દાયકા અગાઉ સ્વર્ગવાસ થઇ ગયો છે ત્યારે તેઓના અવસાન બાદ તેમના પુત્ર પોપટભાઇ ઓડેદરા અને પૌત્ર હિતેશભાઇ અને રાજેશે આ વારસો જાળવી રાખ્યો છે. લોકોમાં પણ એ ચર્ચા છે, કે કુદરતી સંજોગો અનુસાર મેળાપ કહી શકાય, આજે પણ આ માર્ગ પર દરરોજ પસાર થતા હજારો વાહનચાલકો પથ્થર પર લખે રામનામ વાંચે છે અને ભગવાન શ્રીરામને યાદ કરી પૂણ્યનું ભાથુ બાંધે છે

Comments

comments