બરડા ડુંગરમાં દેશીદારૂની ભઠ્ઠીનો હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

January 12, 2019 at 2:17 pm


પોરબંદરના બરડા ડુંગરમાં દેશીદારૂની ભઠ્ઠીનો હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બરડા ડુંગરના કોઠાવાળા નેસ નજીક રાણના ઝાડ નીચે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો ત્યારે લાખા ટપુ રબારી નામનો આદિત્યાણા રહેતો શખ્સ હાજર મળી આવ્યો ન હતો પરંતુ ત્éાંથી 600 લીટર આથાે, 3 પ્લાસ્ટીકના બેરલ, બે બોઇલર બેરલ, બે ફીલ્ટર બેરલ, પ0 જેટલા પતરાના ડબ્બા, ત્રાંબાની ગોળાકાર નળી સહિત કુલ રૂા. પરપ0નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે ઉપરાંત નવીબંદરના ખારાઝાપા પાસે રહેતા હરી હીરા કાણકીયાને પોરબંદરના ભાટીયા બજારમાંથી દારૂ સાથે પકડી લેવાયો હતો. રાણાવાવના વાઘડીયા વાસમાં રહેતા પોપટ વિરા ચૌહાણને દારૂની 10 કોથળી સાથે પકડી લેવાયો છે.

Comments

comments

VOTING POLL