બરેલી – ભુજ ટ્રેનમાં બીએસએફના જવાનનાે મૃતદેહ મળી આવ્યો

September 5, 2018 at 9:52 pm


પાેલીસ દ્વારા મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી
બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં આજે એક બીએસએફના જવાનનાે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતાે. સારવાર દરમિયાનતેનું મોત નિપજયું હોવાનું જાણવા મળે છે. હરિયાણાનાે રહેવાસી યુવાન બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં આજે બપાેરે સાડા ત્રણ કલાકે અર્ધબેભાન અવસ્થામાં મળી આવતા તેને ભુજની જી.કે. જનરલ હોિસ્પટલમાં 108 મારફતે લઈ જવાયો હતાે. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. રેલવે પાેલીસના નઝીરભાઈના જણાવ્યાનુસાર હતભાગી હરીયાણાનાે રહેવાસી છે અને તેનું મોત કુદરતી હોવાનું જાણવા મળે છે. છેલ્લા ઘણાં સમયથી તે ભુજ બીએસએફ કેમ્પમાં ફરજ બજાવે છે. સમગ્ર બનાવમાં પાેલીસ દ્વારા વધુ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હતભાગીનું નામ ધમેૅન્દ્રિંસહ મહિપાલિંસહ લાંબા હોવાનું જાણવામળે છે. તે એસ ટુ કોચમાંથી મળી આવ્યો હતાે. આબનાવમાં પરિવારજનાે તેમજ પ્રવાસીઆેના પાેલીસ દ્વારા નિવેદનાે લેવામાં આવશે. વધુ હકીકતાે પીએમ રીપાેર્ટ બાદ ખુલવા પામે હોવાનું તપાસનીશે જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL